રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટાચૂંટણી પાંચમી જુલાઈના દિવસે યોજવાની ચૂંટણી પંચે જાહેરાત કરી છે. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો હતો. ગુજરાતમાંથી રાજ્યસભાની સીટ પરથી અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ હાલમાં જ લોકસભાની ચૂંટણીમાં આ બંનેની જીત થયા બાદ બંનેને પ્રધાન બનાવવામાં આવ્યા હતા.ગુજરાતની રાજ્યસભાની સુરક્ષિત બેઠક પર કોંગ્રેસ પાર્ટી પણ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને મેદાનમાં ઉતારવાની યોજના ધરાવે છે. મનમોહનસિંહની અવધિ હાલમાં પુરી થઇ રહી છે. તેઓ ફરી રાજ્યસભામાં પહોંચશે કે કેમ તેને લઇને ચર્ચા છે. ગુજરાતમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકની ચૂંટણી ૫મી જુલાઇના રોજ યોજાવાની જાહેરાત આજે ચૂંટણીપંચે કરી છે. જેમાં ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટેની ચૂંટણી અંગેના ઉમેદવારી પત્રો ૨૫મી જૂન સુધીમાં ભરાશે જ્યારે ૫ જુલાઈના રોજ સવારે ૯ થી ૪ વાગ્યા સુધી મતદાન થશે. ત્યારબાદ ૫ જુલાઇના રોજ સાંજે પાંચ વાગ્યાથી મતગણતરી શરૂ થશે. ગુજરાતમાંથી રાજ્યસભાની અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની બંને બેઠકો ભાજપ પાસે હતી. પરંતુ ૨૦૧૮ની વિધાનસભાની ચુંટણીમાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા ઘટી જતાં ૫ જુલાઈ રોજ યોજાનારી રાજ્યસભાની બેઠકોની પેટાચૂંટણીમાંથી ભાજપને માત્ર એક જ બેઠક મળી શકશે.
જ્યારે કોંગ્રેસને પણ રાજ્યસભાની એક બેઠક મળશે. ગુજરાતમાંથી કોંગ્રેસ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ રાજ્યસભાની ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતાઓ છે. કારણકે રાજ્યસભાની બેઠકો પૈકી એક બેઠક કોંગ્રેસ ને સરળતાથી મળી શકે છે.