ગુજરાત પર ફરીથી ‘વાયુ’ વાવાઝોડાનું જોખમ મંડરાઈ રહ્યું છે. વાયુને લઈને હવામાન વિભાગે ફરીથી આગાહી કરી છે. હવામાન વિભાગના મતે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તે પહેલા અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો.હાલ અમદાવાદના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઇ ગઇ છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અને લોકોને કાળઝાળ ગરમીમાંથી ઠંડક મળી છે.
હાલ રાજ્યમાં વાયુના કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના હવામાનમાં પણ અચાનક પલટો આવ્યો હતો. હાલ અમદાવાદના કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં હળવા પવન સાથે ઝરમરથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલ ગાંધીનગરમાં પણ વરસાદ પડી રહ્યો છે.
અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, વટવા, ઇસનપુર, જમાલપુર, સરખેજ, દરિયાપુર, વસ્ત્રાલ, શ્યામલ વેજપુલ વિસ્તારમાં વરસાદી માહોલ છે.આ સિવાય સાણંદમાં પણ વરસાદ ખાબકી રહ્યો છે સાથે સાબરમતી, રાણીપ, શાહીબાગ, રામોલ, સરખેજ, કાલુપુર, રાયપુર, આંબાવાડી, પ્રહલાદનગર, એસજી હાઈવે પર વરસાદ પડી રહ્યો છે. સવારે માંગરોળ તાલુકામાં ૯૬ મી.મી અને કોડીનાર તાલુકામાં ૮૧ મી.મી મળી કુલ બે તાલુકામાં ત્રણ ઇંચ થી વધુ વરસાદ અને કુતિયાણા તાલુકામાં ૬૨ મી.મી, માળિયામાં ૬૧ મી.મી. ભેસાણમાં ૫૦ મી.મી.,મેંદરડામાં ૪૯ મી.મી, જૂનાગઢ તાલકો અને જૂનાગઢ શહેરમાં ૪૮ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છેઆ ઉપરાંત સાવરકુંડલા, કેશોદ, ખાંભા, વિસાવદર, વંથલી, ભાવનગર ધોરાજી, તળાજા, માણાવદર અને બાબરા મળી કુલ દસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.
જ્યારે અન્ય દસ તાલુકાઓમાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
વાયુ નામના વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. હાલ ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઇ ગઇ છે. હાલ મહેસાણાના કડીમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. વરસાદના કારણે મહેસાણા સહિત અનેક વિસ્તારોના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.
હવામાન વિભાગના મતે, ૧૮મીના રોજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તો અન્ય વિસ્તારોમાં વરસાદ ઓછો થઈ જશે. કચ્છ ક્રોસ કરવા આવશે તો પવનની ગતિ વધુ નહિ રહે. કોઈ નુકશાની પણ નહિ થાય. સૌરાષ્ટ્ર જ નહિ, વાયુને કારણે ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે.
ઉત્તર ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ મહેસાણાના કડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે, સાથે કડી સહિત સમગ્ર પંથકમાં વરસાદ પડી રહ્યો છે. હાલ મળી રહેલા અહેવાલ પ્રમાણે ગાંધીનગરમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે.