તા.૧૮-૦૬-૨૦૧૯ (સંવત ૨૦૭૫ શાકે ૧૯૪૧ જૈન સંવત ૨૪૪૫ ઋતુ ગ્રીષ્મ)થી શરૂ થઇ રહેલ જયેષ્ઠ માસનો કૃષ્ણપક્ષ તા.૦૨ જુલાઇ ૨૦૧૯નાં રોજ અમાવસ્યાને દિવસે પૂર્ણ થશે. જ્યારે ઉત્તર ભારત, વ્રજભૂમિ તથા રાજસ્થાનમાં આવતીકાલથી પૂર્ણિમાન્ત અષાઢ માસનો પ્રારંભ થઇ જશે. જેમ આપણએ અમાવસ્યા પછી મહિનો બદલાય છે. તેમ ત્યાં પૂર્ણિમા પછી માસ બદલવામાં આવે છે.
દિન વિશેષતાની દ્દષ્ટિએ તા.૧૮ ગુરૂ હરગોવિંદદાસ જયંતિ (કાશ્મીર) તા.૨૦ સંકટ ચતુર્થી (ચંદ્રોદયનો સમય ક.૨૧ મિ. ૫૯) તા.૨૧ નેપ્ચ્યુન ગ્રહ વક્રી તથા વર્ષા ઋતુનો પ્રારંભ તા.૨૨ મંગળ કર્ક રાશિમાં તથા ભારતીય નિયત પંચાંગ મુજબ અષાઢ માસ પ્રારંભ તા.૨૫ કાલાષ્ટમી તા.૨૭ દશમી વૃદ્ધિ તિથી તા.૨૮ શુક્ર મિથુનમાં તા.૨૯ યોગીની એકાદશી તા.૨૦ ત્રયોદશી વૃદ્ધિ તિથિ તા.૨૧ માસિક શિવરાત્રી તથા તા.૦૨ના રોજ ખગ્રાસ સૂર્યગ્રહણ (ભારતમાં દેખાવાનું નથી) તથા દર્શ અમાવાસ્યા છે. આ પક્ષમાં પંચક તા.૨૨-૦૬-૧૯ (ક . ૭ મિ. ૪૧, થી તા.૨૭-૦૬-૧૯ (ક.૭ મિ. ૪૪) સુધી રહેશે. (આ પક્ષમાં વિંછુડો આવતો નથી.)
સામાન્ય દિનશુદ્ધિની દ્દષ્ટિએ જોતાં પ્રયાણ – મુસાફરી -ખરીદી – વેચાણ – મહત્વની મીટીંગો – કોર્ટ – કચેરી – દસ્તાવેજી કે એવા અન્ય રોજબરોજનાં નાના મોટા મહત્વનાં કાર્યો તથા નિર્ણયો માટે તા.૨૩-૨૮ શુભ તા.૧૯-૨૪-૨૫ મધ્યમ – સંમિશ્ર તથા તા.૧૮ – ૨૦ – ૨૧ – ૨૨ – ૨૬ – ૨૭ – ૨૯ – ૩૦ – ૦૧ – ૦૨ અશુભ છે.
હાલ લગ્ન સીઝન ચાલી રહી છે. આ પક્ષમાં તા.૧૮ – ૨૦ – ૨૫ તથા ૨૬ લગ્ન માટે તા.૧૯ યજ્ઞોપવિત માટે તા.૧૯ – ૨૮ કુંભ મુકવા માટે, તથા તા.૧૯ – ૨૪ – ૨૮ – ૨૯ ખાતમુહૂર્ત માટે શુભ, શ્રેષ્ઠ ગણાય. શ્રાવણ મહિનામાં શુક્રનો અસ્ત હોવાથી તેમાં વાસ્તુ કુંભ કે ખાત માટે શુભ મુહૂર્તો આવતા નથી. અષાઢ મહિનામાં તા.૦૬ – ૦૯ – ૧૦ – ૧૧ આ ચાર મુહુર્ત જ લગ્ન માટે આવે છે. ત્યારપછી દેવશયની એકાદશી થી ચાતુર્માસ શરૂ થઇ જતાં પછી લગ્ન થઇ શકશે નહિં. આવતા વર્ષે સંવત ૨૦૭૬ માં તા.૨૦ નવેમ્બર પછી (કાર્તક વદ ૮ પછી) પુનઃ લગ્નની સીઝન શરૂ થઇ જશે. મતલબ તા.૧૨ જુલાઇ ૧૯થી દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થતાં પછી માંગલિક પ્રસંગો થઇ શકશે નહિં.
ગ્રામ્યજનો તથા ખેડૂત મિત્રો માટે ખાસ મુહુર્તો દર પંદર દિવસે આ વિભાગમાં નિયમિત આપવામાં આવે છે. સારી ઉપજ સારો પાક લેવા માાટે તેનો લાભ લેવા ખેડૂત મિત્રોને સૂચન છે. આ પક્ષમાં હળ જોડવપા માટે તા.૧૯ – ૨૩ અનાજની કાપણી – લણણી – નિંદામણ માટે તા.૧૯ – ૨૪ – ૩૦ તથા માલનાં વેચાણ માટે તા.૧૯ તથા ૨૪ શુભ શ્રેષ્ઠ મુહૂર્તો છે. આ પખવાડિયામાં ઘર, ખેતર, જમીન, ભૂમિની લેવડ દેવડ માટે, માલની ખરીદી માટે કે થ્રેસર ુપનેર દ્વારા ધાન્ય અને ભૂસો અલગ કરવા માટે કોઇ સંતોષકારક મુહૂર્ત આવતું નહીં. હોવાથી તે કાર્યોનું આવતા મહિને અષાઢ મહિનામાં આયોજન કરવું. ખેતરમાં આ પક્ષમાં બંટી – બાજરી – મકાઇ – કોદરી – ભીંડા – કપાસ તથા ડાંગરનાં જીરૂની રોપણી કરવા તથા રિંગણા – મરચા – તમાકું વિગેરેની વાવણી માટે તા.૧૯ તથા ૨૪ આ બે દિવસ શ્રેષ્ઠ છે. આ શુભ નક્ષત્રોમાં વાવણી કરવામાં આવશે તો ફળ, ફુલ, બીજ, વિપુલ પ્રમાણમાં આવશે અને વાવણી વધારે ફળદાયક લાભદાયક બની રહેશે.
ગોચરનાં ગ્રહોની સ્થિતિ જોઇએ તો સૂર્ય મિથુનમાં મંગળ તથા બુધ, મિથુન કર્કમાં વક્રી ગુરૂ વૃશ્ચિકમાં શુક્ર વૃષભ , મિથુનમાં વ્કરી શનિ તથા કેતુ ધનમાં, તથા રાહુ મિથુન રાશિમાં ભ્રમણ કરશે. હર્ષલ મેષમાં, નેપ્ચ્યુન કુંભમાં, તથા વક્રી પ્લુટો ધનમાં ભ્રમણ કરે છે. આ ગાળામાં નીચસ્થ મંગળ, ચંદ્ર – બુધ પરિવર્તન તથા અન્યોન્ય થકી ઉચ્ચનો ગુરૂ મહત્વ પૂર્ણ ગણી શકાય. આ પક્ષમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ થયો હોવાથી તેમાં જન્મેલા બાળકોનાં દોષ નિવારણ માટે યોગ્ય સલાહ લઇને ઘટતું કરવા સૂચન છે. ખગોળ રસિકો માટે તા.૧૮ ચંદ્ર શનિ યુતિ તથા તા.૩૦ ચંદ્ર, રોહિણી યુતિ નિહાળવા લાયક રહેશે.
ગ્રહમાનનો અભ્યાસ કરતા ં સંક્ષિપ્તમાં રાશિ ભવિષ્ય જોઇએ તો મેષ, મિથુન, સિંહ તથા તુલા રાશિ ધરાવતા ભાઇ બહેનો માટે આ તબક્કો શ્રેષ્ઠ અને શુભ ફળદાયક હોવાથી સુખ સંતોષ પ્રગતિ ધન લાભ તથા નવી નવી તકોનો ઉદ્દભવ સૂચવે છે. તેમને ધાર્યા કાર્યોમાં સફળતા, નાણાકીય લાભનાં ચાન્સ, આનંદ, ઉલ્લાસ તથા સુખદ અનુભૂતિ સૂચવે છે. મીન – મકર – વૃશ્ચિક તથા કન્યા જાતકો માટે આ પ્રતિકૂળતા જનક – કષ્ટપ્રદ તબક્કો વ્યગ્રતા, આઘાત, પ્રત્યાઘાત, સ્વજનો વચ્ચે મતાંતર, ઘર્ષણ, અપયશ, કલેશ તથા નાની મોેટી બાબતોમાં વાદવિવાદ તથા માનહાનિનું સૂચન કરે છે.
કુંભ, ધન, વૃષભ અને કર્ક રાશિ વાળા ભાઇ-બહેનો માટે આ ગાળો દરેક રીતે મધ્યમ તથા સંમિશ્ર ફળદાયક હોવાથી આર્થિક ચિંતા, વ્યય વાદવિવાદ, શરીર પીડા, દુઃખ તથા કારણ વગર આક્ષેપોનું વાતાવરણ અનુભવાય. ઉદ્વેગ, કલહ, અગત્યનાં કામકાજમાં વિલંબ, વિઘ્નો, તથા આવકનાં પ્રમાણમાં ખર્ચ વિશેષ રહ્યા કરે.
મુંઝવતી અંગત સમસ્યાઓનાં નિરાકરણ માટે વાચક ભાઇ-બહેનો મો.નં.૯૮૯૮૪૦૯૭૧૧ તથા ૯૪૨૮૩૯૬૩૩૬ ઉપર સંપર્ક કરીને સવાધાન મેળવી શકશો.