જાફરાબાદ તાલુકામાં અસરગ્રસ્તોની વ્હારે કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેર અનેે ભાજપ રાજ્ય મંત્રી આર.સી.ફળદુ બાવકુ ઉઘાડ હિરાભાઇ સહિત એક સાથે સેવામાં લાગ્યા હતા. રાજુલા જાફરાબાદના ૧૩ હજાર અસરગ્રસ્તોની વહારે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષભાઇ ડેર ભાજપના મંત્રી આર.સી.ફળદુ, સાંસદ નારણભાઇ કાછડીયા, હિરાભાઇ સોલંકી, બાવકુભાઇ ઉઘાડ ભાજપ જિલ્લા પ્રમુખ હિરેનભાઇ હિરપરા, રવુભાઇ ખુમાણ, ચેતનભાઇ શિયાળ, સમરણભાઇ બારૈયા, ચંદુભાઇ પટેલ.
ખારવા સમાજના ભગુભાઇ સોલંકી, કોષીકભાઇ વેકરીયા સહિત એક એક ગામના અસરગ્રસ્ત લોકોને આજે પણ પ્રાથમિક શાળાઓમાં ફુડપેકેટ ચા-પાણી નાસ્તા સહિતથી લઇ સુરક્ષા બાબતે કોંગ્રેસ ભાજપના લોકો ચૂંટણીને એક સાઇડ કરી એક મંચ પર બેસીને ચર્ચાઓ કરતા લોકોમાં સર્વે સેવાકીય પ્રવૃત્તિ કરનારા ઉપર ભાવ જાગ્યો છે. જે વઢેરા બલાણા રોહીસા અરે દરિયાની ગોદમાં આવેલ ધારા બંદર ગામની મુલાકાતો શરૂ જ રાખી છે.