રાજુલાના ગોકુલનગરના જય માતાજી યુવા ગ્રુપના સહયોગથી શ્રીમદ ભાગવત જ્ઞાનગંગા સપ્તાહનું આયોજન થયું જેમાં આજે ગોવર્ધન પુજા સહિત નૃસિંહ અવતાર, વામન અવતાર, શ્રીરામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, કુંવરબાઈનું મામેરૂ, રક્ષમણી વિવાહ, સુદામાચરીત્ર જેવા મહા પ્રસંગોનું ભવ્ય આયોજન થયેલ.
રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખ્યાતનામ ગોકુલનગર-૧ અને રના જયમાતાજી યુવા ગ્રુપના પાર્ટી પ્લોટમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહનું આયોજન થયું જેના જય માતાજી યુવા ગ્રુપ અને ગોકુલ નગર ૧ના બહેનો દ્વારા સહયોગથી પાલિતાણાના દુધાળાના પ્રખર ભાગવતાચાર્ય ઈશ્વરદાસ ટીલાવતના વ્યાસને તેની સંગીતમય આગવી શૈલીમાં સાત દિવસ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહમાં નૃસિંહ અવતાર, વામન જન્મ, શ્રીરામ જન્મ, શ્રીકૃષ્ણ જન્મ, કુંવરબાઈનું મામેરૂ, રૂક્ષમણી વિવાહ અને સુદામા ચરીત્ર જેવા ધાર્મિક પ્રસંગો આબેહુબ વેશભુશા દ્વારા ઉજવાશે. જેમાં આજે રમેશભાઈ ભુદેવની નિધીબહેન સાથે નાની નાની ગોકુલનગરની બાળાઓ દ્વારા શણગારેલ ગોવર્ધન સહિત પુંજા કરવામાં આવી જેમાં ગોકુલનગર શ્રીજીનગર , ગોકુલનગર – ર સહિત ભાઈઓ તથા બહેનોની બહોળી સંખ્યામાં હાજરી અને સહયોગીબની શ્રીમદ ભાગવત સપ્તાહ તા. ર૭થી પ્રારંભ થઈ તા. ર-ર-ર૦૧૮ બપોરે ૧ર-૧પ કલાકે પુર્ણ આહુતી અપાશે જેમાં દરેક ભાઈ-બહેનોએ કથામૃતનો લાભ લેવા આયોજકો દ્વારા જણાવાયું છે.