ભાવનગર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ જીતેન્દ્રસિંહ વાળા તથા મહામંત્રી તખુભાઈ સાંડસુર સને ૨૦૧૯ ના વર્ષમાં સેવાનિવૃત્ત થતાં હોવાથી જિલ્લા આચાર્ય સંઘના હોદ્દા પરથી નિવૃત્ત થયાં. જીતેન્દ્રસિંહ વાળા એ ૧૭ વર્ષ સુધી પ્રમુખ તરીકે સુચારુ જવાબદારીઓ નિભાવી. માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય, રાજ્ય આચાર્ય સંઘની કારોબારીના સભ્ય, પરીક્ષા સમિતિ વગેરેના સભ્ય પદે રહીને જિલ્લાની શિક્ષણ ગુણવત્તામાં વધારો કરવા શિક્ષણના પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહ્યાં તમામ આચાર્યો નો સુંદર સહયોગ પણ તેઓ મેળવી શક્યા. તખુભાઈ સાંડસુર જિલ્લાના મહામંત્રી તરીકે ઘણા વરસ કાર્યરત રહ્યાં. રાજ્યના સંગઠનના સંપાદકપદે અને સહસંપાદક જેવી જવાબદારીઓ તેઓએ સતત સાત વર્ષ સુધી નિભાવી. સમગ્ર રાજ્યમાં શિક્ષણની રફતારને દિશા આપવા તેમની ભૂમિકા મહત્વની રહી .રાજ્યની નેતૃત્વ શક્તિને રચનાત્મક દિશા આપવા તેઓ હિંમતપૂર્વક લડતાં પણ રહ્યા. માધ્યમિક શિક્ષણ બોર્ડની જિલ્લાની વિવિધ સમિતિઓના સભ્યપદે તેઓએ કામ કરીને મહત્વનું યોગદાન આપ્યું. તાજેતરમાં બન્ને હોદ્દેદારોએ સેવાનિવૃત થતાં હોવાથી જિલ્લાની કારોબારી ને સંઘના પદો પરથી નિવૃત થવા પ્રસ્તાવ રાખ્યો. જિલ્લાના તમામ આચાર્ય,હોદ્દેદારોએ આપેલા સહકાર, લાગણીનો તેઓએ ઋણ સ્વીકાર કર્યો.હોદા પર ન હોવા છતાં શિક્ષણ ના પ્રશ્નો માટે કાર્યરત રહેવા તત્પરતા દર્શાવી. આગામી નવા હોદ્દેદારોની નિયુકિત સર્વાનુમતે કરવામાં આવી.