ગારીયાધાર શહેરના મફતનગર વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓથી લો વોલ્ટેજ ની જટીલ સમસ્યા હોવાનું સ્થાનિક રહીશો દ્વારા જાણવા મળેલ વળી બાબતે તંત્રમાં રજુઆતો પણ થયેલ પરંતુ મામલે કોઇ સચોટ કામગીરી ન થઇ હોવાની પણ અરજદારોની આપવીતી હતી. જ્યારે વિજતંત્ર દ્વારા વિસ્તારમાં વધુ એક ટીવી મુકવામાં આવે તો સમસ્યાથી છુટકારો મળે તેમ રજુઆત થયેલ પરંતુ પીજીવીસીએલ વિભાગ હજુ સુધી નિવારણ લાવી શકેલ નથી. તેવો પણ રહીશોનો દેકારો હતો.
જ્યારે હમણાંના દિવસોમાં ગારીયાધાર શહેર તથા પંથકની પરિસ્થિતિ જોઇએ તો વિજતંત્ર ઘણી ખરી ઘટનાઓમાં ઉંઘતું ઝડપાયું છે. કેમકે શહેર તથા પંથકમાં અસંખ્ય જગ્યા પર શોર્ટ સર્કીટ માત્ર પહેલા જ વરસાદમાં થયેલ વળી વિજ થાંભલાઓમાં શોર્ટ લાગવાને કારણએ મુંગા પશુઓના પણ મોત નીપજેલ ત્યારે આવી પરિસ્થિતિમાં તંત્રની પ્રિ-મોનસુન કામગીરી પર પણ નાગરિકોને શંકા ઉપજે તેવી સ્થિતિ છે. વળી આવી સામાન્ય બાબતો પણ જ્યાં સુધી મોટું સ્વરૂપની ધારણ કરે ત્યાં સુધી જાણે તંત્ર એ પણ કશી પરવા ન હોય તેવું નગરજનોમાં ચર્ચાય રહેલ છે.