શહિદ દિનના દિવસે શહિદોના પરિવારને મદદરૂપ થવા માટે અનેક નવતર પ્રયોગ કર્યો જેમાં પાલિતાણાની કુલ ૬ જગ્યાએ નાનકડી દાન પેટી મુકવામાં આવી અને પાલિતાણાની જનતાએ સ્વેચ્છીક પોતાની યથા શકિત મુજબ શહિદોના પરિવાર મદદરૂપ થવાનો અવસર મળ્યો.
આ કાર્ય માટે પાલિતાણાના શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા તળેટી રોડ પર ઘંટાકર્ણ દેવના મંદિરે એક નાનકડી દાન પેટી મુકી જયાં જીવાદાદા ચાવડાએ પોતાનું યોગદાન આપ્યું ત્યારબાદ બીજી દાખ પેટી પી.મોલ દાણાપીઠ મુકવામાં આવી અને પી.મોલ પરિવારને પોતાનું યોગદાન આપ્યું. ત્રીજી દાન પેટી પી.જી.વી.સી.એલ. પાલિતાણા ત્યાં કુલદિપભાઈ આહિરે પોતાનું યોગદાન આપ્યું તેમજ પાલિતાણા નગરપાલિકાએ ત્યાં રસિકભાઈએ પોતાનું યોગદાન આપ્યું અને પાલિતાણા કોર્ટમાં પાંચમી દાનપેટી મુકવામાં આવી ત્યાં વિપુલભાઈ જાનીએ પોતાનું યોગદાન આપ્યું અને ૬ઠ્ઠી દાન પેટી પાલિતાણા ઝવેરચંદ મેઘાણી પ્રા.શાળામાં મુકવામાં આવી ત્યાં આચાર્ય સહિત તમામ શાળા પરિવારે યોગદાન આપ્યું અને આ તમામ દાનપેટી પંચરોજકામ કરી પંચોની હાજરીમાં રકમ ગણતાં કુલ રૂા. ૬૭૭પ દાનમાં મળેલ જે મોરારીબાપુને મોકલવામાં આવશે.