વરસાદમાં ભીંજાતી રવિનાની સ્ટાઈલ કોપી કરવા જઈ રહી છે કૈટરીના કૈફ

1216

નવી દિલ્હી : પીળા રંગની સાડી પહેરીને વરસાદમાં ભીંજાતી રવિના ટંડન અને અક્ષય કુમારનું ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ આજે પણ બોલિવુડના ટોપ રોમેન્ટિક ગીતોમાં સામેલ છે. વર્ષ ૧૯૯૪માં ફિલ્મ મોહરાની ફિલ્મનું આ ગીત હજી પણ લોકોના દિલોદિમાગમાં છવાયું છે. આ રોમેન્ટિક સોન્ગ સૂર્યવંશી ફિલ્મમાં પણ નજર આવી શકે છે. હવે જાણવા મળ્યું છે કે, આ મોસ્ટ અવેટેડ ફિલ્મના ગીતનું શુટિંગ શરૂ થઈ ચૂક્યુ છે.

હવે વર્ષો બાદ આ ગીત પર અક્ષય કુમારની સાથે કેટરીના કૈફ એકસાથે જોવા મળશે. ડીએનએના રિપોર્ટ અનુસાર, અક્ષય કુમાર અને કૈટરીના કૈફ હાલ ‘ટીપ ટીપ બરસા પાની’ ગીતના રિક્રીએટેડ વર્ઝનનુ શુટિંગ કરી રહ્યાં છે. ગુરુવારે અક્ષય કુમાર અને કૈટરીના કૈફની રોહિત શેટ્ટીના નિર્દેશનમા બની રહેલા ફિલ્મ સૂર્યવંશીની શુટિંગ કરવા માટે એક મહિના માટે હૈદરાબાદ પહોંચી ગયા છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હૈદરાબાદ શિડ્‌યુલમાં લીડની વચ્ચે એક રોમેન્ટિક ગીતનું શુટિંગ શરૂ થયું છે. આ ઉપરાંત બંને સ્ટાર્સ હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીમાં હાઈ ટેકનિક એક્શન સીન વચ્ચે શુટિંગ પણ કરશે. આ વિશે વાત કરતા એક સૂત્રએ કહ્યું કે, આ ફિલ્મનું શિડ્‌યુલ સૌથી લાંબુ છે. રોહિતે બુલ્ગારિયા માટે રવાના થતા પહેલા તેને પૂરુ કરવાનુ પ્લાનિંગ છે.

અક્ષય અને કેટરીના પર ફિલ્માવવામાં આવેલું આ રોમેન્ટિક ગીત કોઈ ઓરિજિનલ ગીત નથી. પરંતુ તે ૧૯૯૪ની હીટ ફિલ્મ મોહરાથી રવિના ટંડનના સિજલીંગ હોટ ગીત ‘ટીપ ટીપ બરસા પાની’નું રિક્રીએટેડ વર્ઝન છે. પણ ગીત કેવુ બનશે તે તો સમય જ બતાવશે. પણ, જોવુ એ રહેશે કે શુ કૈટરીના રવિનાની જેમ આ ગીત પર પોતાની અદાનો જાદુ ચલાવી શકે છે કે નહિ.

પહેલા જાહેરાત કરવામાં આવી હતી કે, સૂર્યવંશી ફિલ્મ ઈદ ૨૦૨૦ના રોજ સ્ક્રીન પર રિલીઝ કરવાનુ પ્લાનિંગ ચાલી રહ્યું હતું, પણ સલમાન ખાન અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ ઈન્શાઅલ્લાહ એકસાથે ટકરાશે. પણ બાદમાં અક્ષય અને કૈટરીનાની ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામા આવી છે. આ ફિલ્મ હવે ૨૭ માર્ચ, ૨૦૨૦ના રોજ રિલીઝ થશે.

Previous articleઆયુષ્યમાનની પત્ની તાહિરા ફિલ્મ શર્માજીકી બેટીથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરશે
Next articleશૂટિંગ પૂર્ણ કરીને ઘરે જઇ બે કલાક સુધી નાહતો હતો : શાહિદ