નાના પાટેકરને મુંબઈ પોલીસે ક્લિન ચિટ આપતા તનુશ્રી દત્તા ઘણી જ ગુસ્સામાં છે. તનુશ્રીએ ફરી એકવાર મુંબઈ પોલીસ પર સવાલો કર્યાં છે. તનુશ્રીએ કહ્યું હતું કે નાનાએ પોલીસને આ કેસ બંધ કરવા માટે લાંચ આપી હતી. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે ઓશિવારા પોલીસે બી સમરી રિપોર્ટ રજૂ કર્યો હતો. જેનો અર્થ એ થાય છે કે કેસમાં ફરિયાદને લઈ કોઈ પુરાવા મળ્યાં નથી.
ઓશિવારા પોલીસે બી સમરી રિપોર્ટ ફાઈલ કરીને લખ્યું હતું કે આ ખોટા ઈરાદા સાથે ખોટી ફરિયાદ કરવામાં આવી હતી. સિન્ટા (ઝ્રૈંદ્ગ્છછ, સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિયેશન)માં કરેલી ફરિયાદમાં ક્યાંય સેક્સ્યૂઅલ હેરેસમેન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તનુશ્રીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નાના પાટેકર પર હેરેસમેન્ટનો કેસ કર્યો હતો. ૨૦૦૮માં ફિલ્મ ’હોર્ન ઓકે પ્લીઝ’ના શૂટિંગ દરમિયાન આ ઘટના બની હતી.
તનુશ્રીએ આગળ કહ્યું હતું કે મુંબઈ પોલીસે અદાલતને આપેલા રિપોર્ટમાં ખોટું કહ્યું છે. પોલીસે તેને ખોટી ગણાવી. પોલીસે ૧૧ વર્ષ પહેલાં સિન્ટામાં તેણે જે ફરિયાદ કરાવી હતી, તેને આધારે રિપોર્ટ બનાવ્યો છે. ૧૧ વર્ષ પહેલાં જ્યારે તેણે ફરિયાદ કરી હતી ત્યારે તેણે સ્પષ્ટ રીતે હેરેસમેન્ટની વાત લખી હતી. ત્યારે તેની એફઆઈઆર સ્વીકારવામાં આવી નહોતી. ત્યારબાદ તેને ખોટી રીતે રજૂ કરવામાં આવી હતી. પછી સિન્ટાએ માફી માગી હતી.