Wrold Cup 2019: રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારીને રચ્યો ઈતિહાસ

639

ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્‌સમેન રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ કપ ૨૦૧૯ની ૨૨મી મેચમાં રોહિત શર્માએ માત્ર ૮૫ બોલમાં ૧૦૦ રન બનાવીને એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. માનચેસ્ટરના ઓલ્ડ ટ્રૈફર્ડ મેદાનમાં રાઇ રહેલા વિશ્વ કપ ૨૦૧૯ના આ રોમાંચક મુકાબલામાં ભારતની સ્થિતિ મજબૂત છે.

હકીકતમાં, રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ પોતાના વનડે કરિયરની ૨૪મી સદી ફટકારી છે. તો પાકિસ્તાન વિરુદ્ધ તેની સતત બીજી સદી છે. આ સાથે રોહિત શર્મા ભારત તરફથી વનડે ક્રિકેટમાં પાકિસ્તાન વિરુદ્ધ સતત બે વનડે મેચોમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા કોઈપણ ભારતીય બેટ્‌સમેન આ કમાલ કરી શક્યો નથી.

મહત્વનું છે કે રોહિત શર્માએ આ પહેલા એશિયા કપની લીગ મેચમાં પણ પાકિસ્તાન વિરુદ્ધ સદી ફટકારી હતી. તે મેચમાં રોહિત શર્મા કેપ્ટન હતો અને તેણે એશિયા કપ-૨૦૧૮ની ફાઇનલ પણ જીતી હતી. આ ફાઇનલ બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઇ હતી. રોહિત શર્માએ પાકિસ્તાન વિરુદ્ધ અણનમ ૧૧૧ રનની ઈનિંગ રમી ટીમને ૯ વિકેટથી જીત અપાવી હતી.

 

વિરાટે તોડ્‌યો સચિનનો રેકોર્ડ, વનડેમાં પૂરા કર્યા સૌથી ઝડપી ૧૧૦૦૦ રન

માનચેસ્ટરઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રવિવારે પાકિસ્તાન વિરુદ્ધ માનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મુકાબલામાં તેણે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૧૦૦૦ રન પૂરા કરવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલીએ પોતાની ૨૩૦મી એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચની ૨૨૨મી ઈનિંગમાં આ કીર્તિમાન બનાવ્યો છે. કોહલીએ ભારતના દિગ્ગજ બેટ્‌સમેન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો હતો. સચિને ૨૮૪મી મેચની ૨૭૬મી ઈનિંગમાં ૧૧ હજાર રન પૂરા કર્યાં હતા. કોહલીને આ મેચ પહેલા ૧૧૦૦૦ રન પૂરા કરવા માટે ૫૭ રનની જરૂર હતી. તેણે હસન અલીના બોલ પર ચોગ્ગો ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો. વિરાટ અને સચિનના રેકોર્ડમાં એક સંયોગ પણ જોવા મળ્યો હતો. સચિને પાકિસ્તાન વિરુદ્ધ પાકિસ્તાન વિરુદ્ધ વિશ્વકપ ૨૦૦૩ના મુકાબલામાં ૧૨ હજાર વનડે રન પૂરા કર્યાં હતા. તો ૧૯૯૯ના વિશ્વકપમાં ભારત-પાક મુકાબલામાં સચિને વનડેમાં ૮૦૦૦ રન પૂરા કર્યાં હતા.

એકદિવસીય ક્રિકેટમાં સૌથી ઝડપી ૧૧૦૦૦ રન પૂરા કરનારા બેટ્‌સમેનોની વાત કરવામાં આવે તો રિકી પોન્ટિંગે ૨૮૬ ઈનિંગમાં આ મુકામ હાસિલ કર્યો હતો.

તે એકદિવસીય ક્રિકેટમાં ૧૧૦૦૦ રન પૂરા કરનાર ત્રીજો ક્રિકેટર છે. વનડેમાં ભારત માટે સૌથી વધુ રનનો રેકોર્ડ ૧૮૪૨૬ સચિનના નામે છે. તો ભારત માટે ૧૧૦૦૦ રન બનાવનાર બીજો બેટ્‌સમેન સૌરવ ગાંગુલી છે જેના નામે વનડે ક્રિકેટમાં ૧૧૩૬૩ રન છે.

Previous articleમેચ જોવા પાસ માંગનાર મિત્રોને કોહલીએ કહ્યુંઃ ઘરે બેસીને મેચ જુઓ
Next articleઅમેરિકા પાસેથી ૩૦ સશસ્ત્ર ડ્રોન ખરીદવા માટેની તૈયારી