જામનગરમાં હવાઈચોક વિસ્તારમાં આવેલા વૈજનાથ મહાદેવ મંદિરમાં ટ્રસ્ટી મંડળ પર ચાર શખ્સોએ જાહેરમાં હુમલો કરતા સનસસનાટી ફેલાઈ ગઈ હતી, અગાઉથી હુમલાની તૈયારી કરી મંદિરના ટ્રસ્ટી મંડળ ઉપર હુમલો કરનાર ચાર સામે પોલીસે ગુન્હો દાખલ કર્યો છે. આ હુમલાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા છે.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર, શુક્રવારે સાંજે ૭ઃ૩૦ વાગ્યે અચાનક જામનગરમાં હવાઈચોક વિસ્તારમાં આવેલા વૈજનાથ મહાદેવ મંદિરમાં ટ્રસ્ટી મંડળ પર અજયપુરી ભગવાનગીરી ગોસાઈ (બાવાજી) તરીકે ઓળખાતા અને મંદિરમાં ફુલહાર વેંચતા શખ્સ અને અન્ય ચાર શખ્સોએ લાકડીઓથી હુમલો કરાયો હતો. આ ચાર પૈકી ત્રણ લોકો નશાની હાલતમાં હોવાની ફરિયાદ નોંધાઈ છે.
વૈજનાથ મહાદેવ મંદિરમાં ટ્રસ્ટી મંડળ અને અજયપુરી ભગવાનગીરી ગોસાઈ ( બાવાજી) વચ્ચે વર્ષોથી અટસ ચાલી આવતી હતી અને આ અંગેના કેસમાં ટ્રસ્ટી મંડળની ૨૦૧૭માં જીત થઇ હતી, ત્યાર પછી પણ બાવા આ મંદિરમાં તેમની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી, જેની ટ્રસ્ટી મંડળે મનાઈ ફરમાવતાં હુમલો કરવામાં આવ્યો હતો. સામે પક્ષે ટ્રસ્ટી મંડળ ઉપર પણ ૧૫૧ની કલમ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે વૈજનાથ મહાદેવ મંદિર પૌરાણિક છે. આ મંદિર શ્રદ્ધાળુનું આસ્થાનું પ્રતીક છે, એવામાં ટ્રસ્ટી મંડળને બાવા લોકોએ હુમલો કર્યાની દ્રશ્યો સીસીટીવી જાહેર થતાં શ્રદ્ધાળુને ઠેંસ પહોંચી છે.