છેલ્લા ૨ મહિનાથી પગાર ન મળતા બનાસકાંઠાના ધાનેરામાં ગાયત્રી મંદિરામાં આંગણવાડી મહિલાઓએ ધરણા કર્યા છે.
મળતી માહિતી મુજબ આંગણવાડીને સરકાર દ્વારા ખાનગીકરણ કરીને સહર્ષ મહિલા પ્રગતિ ટ્રસ્ટને હસ્તક કરવામાં આવી છે. હાલમાં ધાનેરામાં ૧૯૫ આંગણવાડી કેન્દ્ર પર ૧૬૭ આંગણવાડી કાર્યકર અને ૧૯૫ તેડાગર ફરજ બજાવે છે.
છેલ્લા ૨ મહિનાથી તેમને પગાર આપવામાં આવ્યો નથી. ટ્રસ્ટ દ્વારા સમયસર પગાર અને બિલો ન આપવામાં આવતા આંગણવાડી કર્મચારીઓની હાલત કફોડી બની છે. આ મામલે કર્મચારીઓ દ્વારા અનેક વખત તંત્રમાં રજૂઆત કરવામાં આવી હતી.
જોકે કોઈ પરિણામ ન આવતા મહિલાઓએ ધરણા કર્યા છે. આગામી દિવસોમાં પ્રશ્નોનું નિરાકરણ ન આવે તો મહિલાઓ એ ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.