શહેરના સંત કંવરરામ ચોક પાસે રેમન્ડ શો-રૂમની સામે આવેલ અમરલાલ બેકરીમાંથી કોઈ અજાણ્યા તસ્કરો ગલ્લામાં રાખેલ રોકડ મત્તાની ચોરી કરી લઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના રસાલા કેમ્પમાં લાઈન નં.૪ રૂમ નં.૧૧૭માં રહેતા અને સંત કંવરરામ ચોક રેમન્ડ શો-રૂમની સામે અમરલાલ બેકરી એન્ડ કેકશોપ નામની દુકાન ધરાવતા રવિભાઈ જયરામદાસ ઠક્કર (સિંધી)એ નિલમબાગ પોલીસમાં ફરિયાદ આપી જણાવ્યું છે કે, તેમની દુકાનનું પતરૂ તોડી કોઈ અજાણ્યો આશરે ર૦ વર્ષની ઉંમર ધરાવતા શખ્સે અંદર પ્રવેશ કરી ગલ્લામાં રાખેલ રોકડ રૂા.૮ હજારની ચોરી કરી લઈ ગયો છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ.પી. પંડયાએ હાથ ધરી છે.