વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મહેસાણા જીઁ સાથે કરી મુલાકાત છે. તેમાં અનુસૂચિત જાતિના લોકોને કનગડત મામલે તેમણે રજૂઆત કરી હતી. તેમજ લોકોની ફરિયાદ સાંભળી યોગ્ય પગલાં લેવાની પણ તેમણે રજૂઆત કરી હતી. આ મામલે તેમણે જણાવ્યુ હતું કે ખેરાલુના નંદાલી ગામમાં અનુસૂચિત જાતિના લોકોને કનગડત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગામમાં આજે પણ અનુસૂચિત જાતિનો બહિષ્કાર ચાલુ હોવાનો તેમણે દાવો કર્યો હતો. બે વર્ષ પૂર્વેના ઝઘડામાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જીઁ સાથે મુલાકાત બાદ જિજ્ઞેશ મેવાણીએ નિવેદન કર્યુ હતું કે જીઁ દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી ખાતરી આપવામાં આવી છે. જીઁ સ્થળ મુલાકાત લઇ યોગ્ય કાર્યવાહી કરશે. અમને પોલીસ વિભાગ પર ભરોસો છે.
અનુસૂચિત જાતિના વરઘોડા રોકવા બાબતે તથા સમાજના લોકોને કનડગત કરવા મામલે ઉત્તર ગુજરાતના અનુસૂચિત જાતિના આગેવાનોએ રજૂઆત કરી હતી. જેમાં તેમણે રાજ્ય સરકારના મંત્રીઓને મળીને આ સમગ્ર મામલે રજૂઆત કરી હતી. તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મળીને પણ મુલાકાત કરી હતી.