પહેલા વરસાદે મહેસાણા પાલિકાની પોલ ખુલી, નાળામાં ઓટો રીક્ષા ફસાઈ

513

મહેસાણામાં નજીવા વરસાદમાં પાલિકાની પ્રિમોન્સૂનની પોલ ખુલી ગઈ છે. નજીવા વરસાદથી જ મહેસાણામાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. મહેસાણાના નીચાણવાળા વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાઇ ગયા હતા. ગોપીનાળા, સોમનાથ ચોક, રાધનપૂર ચાર રસ્તા, ગાયત્રીમંદિર સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદ પાણી ભરાયું હતુ.

ગોપીનાળામાં ઓટો રીક્ષા પણ ફસાઈ હતી. રીક્ષાને સ્થાનિક લોકોની મદદથી બહાર લાવવામાં આવી હતી. સામાન્ય વરસાદ વરસતા જ પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્‌યા છે. બીજી તરફ મહેસાણાના ઊંઝા, વિસનગર, કડી, ખેરાલુ સહિત વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડ્‌યો હતો.

Previous articleઅમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર લક્ઝરી બસમાં ભીષણ આગ, ૫૬ મુસાફરોનો બચાવ
Next articleબનાસકાંઠાઃ મોતની સવારીનો સિલસીલો યથાવત, પોલીસની મીઠીનજર હેઠળ ચાલતું કારસ્તાન