બનાસકાંઠાઃ મોતની સવારીનો સિલસીલો યથાવત, પોલીસની મીઠીનજર હેઠળ ચાલતું કારસ્તાન

487

બનાસકાંઠામાં હજુ પણ મોતની સવારીનો સિલસિલો યથાવત છે. દસ દિવસ અગાઉ અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટ ખાતે પીકઅપ ગાડી પલટી જતાં નવ લોકોનાં મોત થયા હતા. તેમ છતાં અહીં ઓવરલોડિંગ મોતની મુસાફરી અટકી નથી.

દસ દિવસ પહેલા ત્રિશુળીયા ઘાટ ખાતે સર્જાયેલી ગોઝારી ઘટનામાં નવ લોકો મોતને ભેટ્યા હતા. પરંતુ હજુ પોલીસ અથવા તંત્રની આંખ ઉઘડતી નથી. દાંતા અને અંબાજી રોડ પર મોતની સવારીનો સિલસિલો યથાવત છે. દસ દિવસ પહેલા નવ લોકો મોતને ભેટ્યા હતા એ જ જગ્યાએ પીકઅપ ગાડીઓ મુસાફરોને ખીચોખીચ ભરીને દોડી રહી છે. એક ગાડીમાં ચાલીસ જેટલા લોકો ભરીને મોતની સવારી કરી રહ્યા હતા જે કેમેરામાં કેદ થયું. ત્યારે દાંતા અને અંબાજી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્‌યા છે.

ત્રિશુળીયા ઘાટ પર લોકો પણ જાણે મોતની સવારી કરતાં અચકાતા નથી. બેરોકટોક પહાડીઓ પર જોખમી રીતે સવારી કરી રહ્યા છે. આ પગલે ઇન્ચાર્જ પોલીસ વડાએ કહ્યું કે ખાતે નવના મોતની ઘટના બન્યા બાદ પોલીસે ચેકિંગ કર્યું છે. અને કેટલાક વાહનચાલકો સામે દંડનાત્મક કાર્યવાહી પણ કરી છે.

પોલીસે થોડા દિવસ કાર્યવાહીનું નાટક કર્યું, પણ ગંભીરતા નથી દાખવી. તો મુસાફરોને પણ જાણે તેમના પરિવારની કોઈ પડી ન હોય તેમ મોતની સવારી કરવામાં જાણે ગર્વ અનુભવતા હોય તેમ વર્તતા હોય છે. ત્યારે લોકોએ પણ જાગૃત થવું એટલું જ જરૂરી છે.

Previous articleપહેલા વરસાદે મહેસાણા પાલિકાની પોલ ખુલી, નાળામાં ઓટો રીક્ષા ફસાઈ
Next articleગુજરાતના ફેમસ શામળાજી મંદિરમાં મહાપૂજાની ૧૦૦ વર્ષ જૂની પરંપરા તૂટી