જૂનાગઢમાં વરસાદે વિરામ લેતાં ખેડૂતોએ વિધિવત્‌ પૂજા કરી વાવણીનો પ્રારંભ કર્યો

731

માંગરોળ પંથકમા છેલ્લા ચાર દિવસથી વરસાદ ધીમી-ધીમી ગતી વાવણી લાયક વરસતા ખેડુતોએ વાવણીની પુજા વિધિ સાથે શ્રી ગણેશ કર્યા છે. જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે વરસાદે વિરામ લેતાં ખેડુતોએ પોતાના ખેતરોમાં પોતાના બળદોને જોતી વિધિવધ પુજા અર્ચના કરી વાવણીના શ્રી ગણેશ કર્યા છે. ખાસ કરીને જોઈએ તો વાયુ વાવાજોડાને લઇને માંગરોળ પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહયો હતો અને ખેડુતો ખુશ ખુશાલ જોવા મળીયા હતા. ત્યારે હાલ વરસાદે વિરામ લીધા બાદ ખેડુતોએ પોતાના ખેતરોમાં વાવણી શરૂ કરી છે.

સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર ઠેર-ઠેર કરાય રહયું છે અને મગફળીના વાવેતર માટે ભીમ અગીયારસની વાવણી ખેડુતો શુકન માને છે. ત્યારે કુદરતની કૃપા ઈન્દ્રદેવની મહેરબાનીથી સમગ્ર ગુજરાતમાં ભીમ અગીયારસનાં દિવસે જ વાયુએ મહેરબાની કરી સારો વાવણી લાયક વરસાદ વરસતા ખેડુતોને ત્યા લાપસી રંધાઇ હતી.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પારંપારિક રીતે વાવણી કરાતી હોય છે જયારે ખાસ વાત કરવામાં આવે તો ખેડુતો વાવણી સમયે કુવારિકાના હાથથી પોતાના ખેતરમાં વાવણીના શુકન રૂપે ગાયના છાણનું લીપણ કરે છે. અને ત્યાર બાદ જમીન ઉપર મગ કંકૂનો સાથીયો કરાય છે અને પોતાના બળદને અબીલ ગલાલ કંકુથી શીંગડા રંગીને બળદને ગોળ ધાણા ખવડાવી મીઠું મોઢું કરાવીને વાવેતર શરૂ કરાય છે.

Previous articleરાજ્યસભાની ચૂંટણીના જાહેરનામાને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પડકારશે : ચાવડા
Next articleએક વર્ષમાં રાજ્ય પોલીસ દળમાં ૧૦,૦૦૦ જવાનોની ભરતી કરાશે : ગૃહ મંત્રી જાડેજા