મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ પરાક્રમ સ્થાનની પ્રબળતા અને પૂનમના શુભ દિવસથી સપ્તાહની શરૂઆત મળે છે કાર્ય સફળતાના યોગ આપે છે. નવા કાર્ય શરૂઆત પણ શુભ ળે છે. માત્ર કાર્યોમાં ઝડપ રાખવી જરૂરી છે. કારણ મધ્યબાગથી દોઢ માસે માટે મંગળનો બંધનયોગ મળે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતી અને વાણી ભૂવનમાં રાહુ મંગળનો અંગાર યોગ સપ્તાહના અંત સુધી શબ્દો અને વર્તનથી સંબંધો અને કાર્યો ન બગડે તે ધ્યાન રાખવુ જરૂરી છે. સપ્તાહના મધ્યભાગથી મંગળગ્રહ સ્થાન બળ પામે છે. જે શુભ ફળ આપશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન થાય તે જોશો. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈર હેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને નિતય શની ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તાહની શરૂઆતમા કાર્ય ભાર રહેશે કાલ્પનિક ભય અને નિર્બળ વિચારો મળશે જે નિરાશા આપી શકે છે. પણ સપ્તાહના અંતથી મંગળગ્રહ દોઢ માસ માટે ધન સ્થાનમાં આવશે જે કાર્ય સફળતા સાથે થોડી હળવાશ સાથે થોડી હળવાશ પણ આપશે. મિલ્કત અને વારસાઈ બાબતોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે સોમવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય રહેશે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી સૂર્ય મંગળ રાહુ અને બુધગ્રહનો અશુભ બંધનયોગ યથાવત પ્રતિકુળ સમય આપે છે. તેમ છતા સપ્તાહના અંત ભાગથી મંગળગ્રહ જન્મના ચંદ્ર ઉપર ભ્રમણ કરશે જે જિદ્દી સ્વભાવનો ત્યાગ કરશો તો સફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. ભાઈ-બહેનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક બાબતોમાં ચિંતા મળી શકે છે. જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમયચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સમય શક્તિનો સદઉપયોગ કરવાનુ સુચન કરે છે. મહત્વના કાર્યો અને નિર્ણયોમા આળશરાખીને કાર્ય પૂર્ણ કરવા જરૂરી છે કારણ કે સપ્તાહના મધ્યભાગથી દોઢ માસ માટે મંગળગ્રહનો અશુભ બંધનયોગ મળી રહ્યો છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમા હિતેચ્છુઓની સલાહ લેવી જરૂરીપત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક પરીસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગર્હની પનોતીના કપરા સમયમા પણ દિન પ્રતિદિન કાર્ય સફળતાના યોગ મળે છે જન્મનો શની બળવાન હશે તો ન ધારેલી સફળતા મળશે ભૂતકાળમાં કરેલી મહેનતનુ ફળ હવે મેળવી શકશો આશા ફળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહથી લાભ રહેશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આર્થિક માનસીક અને શારિરીક ત્રણેય રીતે શુભફળ આપે છે માત્ર વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષાનો ત્યાગ કરશો તો કાર્ય સફળતા મળશે અને નવાકાર્યોનું આયોજન પણ શુભ રહેશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં મહત્વના નિર્ણયો સ્વહસ્તે જ કરવા જરૂરી છે. અન્યની સલાહથી દુર રહેવુ પત્ની ભાગીદારોપત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે, યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શુક્રવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જનમના ચંદ્ર શુભ અશુભ દરેક ગ્રહોનું ભ્રમણ નિર્બળ પુરવાર થાય છે. જન્મના ગ્રહો અથવા ઈશ્વરના આર્શીવાદ હશે તો જ કાર્ય સફળતા મળી શકે છે. તેમ છતા સપ્તાહના અંતથી થોડી ઘણી રાહત જરૂર મળશે. મિલ્કત અને વારસાઈ કાર્ય્માં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ સમાચાર મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતીના કપરા સમયમાં પણ કાર્ય્ સફળતાના યોગ મળી શકે છે. માત્ર કાલ્પનીક ભય અને નિર્બળ વિચારોનો ત્યાગ કરીને સમયનો સદઉપયોગ કરી લેશો નહીં તો સપ્તાહના અંતમાં દોઢ માસ માટે મંગળગ્રહનો અશુભ બંધનયોગ મળે છે.મ લ્કિત અને વારસાઈ કાર્યોમાં ઝડપી નિર્ણયો લેવા સારા છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થીક અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મકર (ખ.જ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શની શેતુ ગ્રહનો બંધન યોગ યથાવત કાર્ય્માં વિધન આપી શકે છે. તેમ છતાં રોગ શત્રુ સ્થાનની પ્રબળતા કપરા કાર્યો પણ સરળ બનાવી શકે છે અને સપ્તાહના અંત સમયથી મંગળગ્રહનું ભ્રમણ લક્ષ્મીયોગ આપશે જે શુભ ફળ આપશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેન અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોનો આર્શીવાદ મળે છે. તેથી આર્થિક માનસિક અને શારીરિક ત્ત્રણેય રીતે શુભ ફળ મળે છે. માત્ર મહત્વના નિર્ણયો અને કાર્યો સ્વહસ્તે કરવા જરૂરી છે. નહીં તો વિશ્વાસ ઘાત અને નિરાશા મળી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને કુળદેવીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સપ્તના શરૂઆત યથાવત બંધનયોગ આપે છે. તેથી ઉશ્કેરાટ અને જીદ્દી સ્વભાવનો ત્યાગ કરવો જરૂરી છે. મોટા અને ખોટા પ્રલોભનોથી દુર રહેવું. સપ્તાહના અંત સમયથી મંગળગ્રહ શુભ થશે. ત્યાર પછી સફળતા મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.