સિહોર અને તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ખુલ્લે આમ દારૂનો વેપલો થઈ રહ્યો હોવાની ચર્ચાઓ છે જ. ઠેર-ઠેર દેશી દારૂના હાટડાઓ ખુલ્યા છે જે આજની ઘટના પરથી સાબિત થઈ શકે છે. આજે મોડીરાત્રીના આંબલા ગામની મહિલાઓ સહિતનું એક ટોળું ટ્રેક્ટર ભરીને સોનગઢ પોલીસ મથકે ઘસી આવ્યું હતું દારૂ બંધ કરોના સૂત્રચાર કર્યા હતા અને ફરજમાં રહેલ પીએસઓ ને ધારદાર રજુઆત કરી હતી ગ્રામજનોનું કહેવું છે કે અમારે આંબલા ગામમાં છેલ્લા ઘણા વખતથી ઠેરઠેર ખુલ્લે આમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે જાહેરમાં બુટલેગરો દારૂનો વેપલો કરી રહ્યા છે આજે આંબલા ગામે દારૂ પીધેલ શખ્શોએ બાળકો સાથે મારામારી કરી હતી જેનો વિડિઓ પણ ફરજ પર રહેલ પોલીસને મોબાઈલ થી બતાવવવામાં આવ્યો હતો અને ક્યાં ક્યાં દારૂનો વેપલો થાય છે જેનુ નામ સાથેનું લિસ્ટ પણ બતાવવામાં આવ્યું છે ત્યારે વધુમાં જણાવ્યું હતું કે અમારે અહીં રહેવું મુશ્કેલ છે દારૂ બંધ કરાવો નહીતો હવે અમે જનતા રેડ કરીશુંની પણ ચીમકી ઉચ્ચારી છે ત્યારે હવે નામ સાથે કોણ દારૂનો વેપલો કરે છે જેની રજૂઆતો આજે થઈ પણ પોલીસ શુ કાર્યવાહી કરે તે જોવું રહ્યું.