રાણપુરમાં તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ ઉજવાયો

502

બોટાદ જીલ્લાના રાણપુરમાં માર્કેટીંગ યાર્ડ ખાતે કૃષિ મહોત્સવ ૨૦૧૯ નો તાલુકા કક્ષાનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. મહાનુભાવો ના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ખેડુતોને વિવિધ ખેતી, બાગાયત, પશુપાલન તેમજ કૃષિ લક્ષી વિવિધ વિષયો ઉપર કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો તેમજ પ્રગતિશીલ ખેડુતો દ્વારા વિશેષ માહીતી આપવામાં આવી હતી.ગટોરભાઈ જીવરાજભાઈ ધરજીયા ને જામફળની સફળ બાગાયતી ખેતી માટે તાલુકા કક્ષાનો આત્મા દ્વાર બેસ્ટ ફાર્મરનો એવોર્ડ ની સાથે મોમેન્ટો તથા પ્રમાણ પત્ર અને ૧૦,૦૦૦ રૂપિયા નો ચેક આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં સરકારના વિવિધ વિભાગો તેમજ કૃષિ ને લગતા વિવિધ કંપનીઓ તથા સજીવ ખેતી કરતા ફાર્મરના અલગ-અલગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા આ તમામ સ્ટોલની ખેડુતોએ ઉત્સાહભેર મુલાકાત લઈ માહીતી મેળવી હતી.આ કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક ડી.એમ.પટેલ, રાણપુરના મામલતદાર દક્ષેશ મકવાણા,રાણપુર તાલુકા વિકાસ અધિકારી એમ.આઈ.પરમાર, રાણપુર એ.પી.એમ.સી.ના ચેરમેન નરેન્દ્રભાઇ દવે,કનકબેન છાપરા, જીવાભાઈ રબારી, મનિશભાઈ ખટાણા,આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો અનેક મહાનુભાવો સહીત મોટી સંખ્યામાં ખેડુતો આ કૃષિ મહોત્સવમાં હાજર રહ્યા હતા.જ્યારે આ કાર્યક્રમના ભાગરૂપે પશુપાલન વિભાગ દ્વારા દેવળીયા ગામ ખાતે તાલુકા કક્ષા નો પશુ આરોગ્ય મેળો પણ યોજવામાં આવ્યો હતો.

Previous articleરાજુલા તાલુકાની મહાકાય ગુજરાત સિમેન્ટ દ્વારા યુવાનો માટે અદ્દભૂત કાર્યક્રમ યોજાયો
Next articleબોટાદ સાળંગપુર રોડ ઉપર અકસ્માત બેનાં ઘટના સ્થળે મોત