આજરોજ એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર એસ.એન.બારોટ તથા એચ.એસ. ત્રિવેદી પો.સ.ઇ.ના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે તળાજા પોલીસ સ્ટેશન પ્રોહીબીશનના ગુના તથા મિલ્કતને નુકશાન કરવાના ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ ૩(ર)ઇ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે કડી બલભદ્રસિંહ ગોહિલ ઉવ.૨૯ રહે. ત્રાપજ ગામ તા.તળાજા વાળાને ભાવનગર નિલમબાગ પો.સ્ટે. ચોકમાં સર ટી હોસ્પિટલ રોડ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.