સગીરવયના છોકરાઓ બગાડતા લોકો પર લગામ કસતી ઘોઘારોડ પોલીસ

645

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ના.પો.અધિ.શ્રી ઠાકર સાહેબનાઓએ ભાવનગર સીટી વિસ્તારમાં ચાલતી હુક્કાની પીવાની રજવાડી પવૃતિને નેસ્તનાબુદ કરવા સારુ સુચના આપેલ હોય જે અન્વયે ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.જી.કે.ઇશરાણીના માર્ગદર્શન હેઠળ ડી સ્ટાફ ઇન્ચાર્જ  યોગેન્દ્રસિંહ એન. જાડેજા, જયેન્દ્રસિંહ સહદેવસિંહ, જયદિપસિંહ જાડેજા, વનરાજસિંહ પરમાર, પાર્થભાઇ અશોકભાઇ, સાગરદાન દેવકુભાઇ, સાગરભાઇ, ફારૂકભાઇ મહીડા તથા ખેંગારસિંહ ગોહિલ વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા, દરમિયાન મળેલ બાતમી હકિકત આધારે કે ભાવનગર શહેર, કુકડા કેન્દ્ર, પ્લોટ નં.૨૨૨/જી ખાતે રહેતા અબ્બાસભાઇ યુસુફભાઇ શરમાળી તથા ઇરફાનભાઇ સતારભાઇ શરમાળી પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનની ઉપરના ત્રીજા માળે ગે.કા. હુકકાબાર ચલાવે છે. જેથી ત્યા રેઇડ કરતા ઉપરમાં જણાવેલ બન્ને સાત સગીરવયના છોકરાઓને હુક્કાના રજવાડી રવાડે ચડાવી હુક્કા પીતા મળી આવતા સીગારેટ અને તમાકુ ઉત્પાદન સુધારા અધિનિયમ ૨૦૦૩ (ગુજરાત એક્ટ ૨૭/૨૦૧૭) ની કલમ ૪(એ), ૨૧(એ) તથા ૨૪ મુજબ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ એન. જાડેજાએ ગુનો દાખલ કરાવેલ છે.

Previous articleપ્રોહિબિશન અને મિલ્કતને નુકશાન કરવાનાં ગુનાનો ફરાર આરોપી ઝબ્બે
Next articleક્રિકેટ મેચ જોવા દુકાનો ઉપર ભીડ