વડસાવિત્રી વ્રતનું પૂજન

2973

જેઠ સુદ પૂનમ એટલે વડસાવિત્રી પૂનમ તરીકે ઉજવાય છે. આ દિવસે પતિનાં દિર્ધાયુ માટે સૌભાગ્યવતી સ્ત્રીઓ વડસાવિત્રીનું વ્રત કરે છે. જે નિમિત્તે આજે શહેરના વિવિધ શિવમંદિરો કે જ્યાં વડલાનું ઝાડ હોય ત્યાં પહોંચી હતી. અને ભગવાન શિવજીની પૂજા કરવા સાથે વડલાની પૂજા કરીને સુતરના દોરાથી વડલાની પ્રદક્ષિણા કરી વ્રત કર્યું હતું. શહેરનાં વિવિધ શિવમંદિરો બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે બહેનોને વ્રતની પૂજા કરાવી હતી.

Previous articleક્રિકેટ મેચ જોવા દુકાનો ઉપર ભીડ
Next articleવાહનચોરીનાં ફરાર રીઢા ચોરને ઝડપી લેતી પોલીસ