ભાવનગર શહેરમાં છેલ્લા ચારેક દિવસથી સતત હળવો ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે વિવિધ વિસ્તારોમાં આવેલા જર્જરીત મકાનો પડવાનાં બનાવો બની રહ્યા છે. જેમાં ગઇકાલે સવાઇગરની શેરીમાં ત્રણ માળનું મકાન પડ્યા બાદ આજે વડવા પાદર દેવકી, ગુણુભાઇ ચવાણાવાળા વિજય ફરસાણની બાજુમાં આવેલ જર્જરીત મકાનનાં ઉપરનો માળ ધરાશાયી થયો હતો. જેનો કાટમાળ નીચેની દુકાન પર પડ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઇને ઇજા કે જાનહાની થઇ ન હતી.