શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ પોતાના દીકરા આદિત્ય ઠાકરે અને ૧૮ સાંસદોની સાથે રવિવારના રોજ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા. રામલલાના દર્શન બાદ ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે અમારી માંગણી છે કે કાયદો બનાવીને અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કેન્દ્ર સરકાર કરાવે. વિશ્વાસ સાથે કહ્યું કે બહુ ઝડપથી રામ મંદિર બનશે. શિવસેના અધ્યક્ષે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે મોદી સરકાર અબ કી બાર રામ મંદિરનું નિર્માણ કરાવશે.
અયોધ્યામાં ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે અત્યારે કેસ કોર્ટમાં છે. કેન્દ્રમાં મજબૂત સરકાર પણ છે અને અમે તેની સાથે છીએ. મોદીજીની પાસે નિર્ણય લેવાનું સાહસ છે. જો સરકાર રામ મંદિર બનાવાનો નિર્ણય લે છે તો પછી કોઇ તેને રોકી શકશે નહીં. શિવસેના અધ્યક્ષે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, “બાલાસાહેબ ઈચ્છતા હતા કે તમામ હિંદુ એક થાય અને હિંદુઓની એકતા કાયમ રહે, તેથી અમે મહારાષ્ટ્રની બહારે ચૂંટણી ન લડી.શિવસેનાના ચીફે કહ્યું કે રામ મંદિર બનીને રહેશે. અમારા માટે રામ મંદિર ચૂંટણી મુદ્દો નથી. હું અયોધ્યા આવતો રહીશ અને મંદિર પણ ઝડપથી બનશે. અયોધ્યા એવી જગ્યા છે જ્યાં વારંવાર આવવાનું મન કરે છે અને ખબર નહીં આગળ કેટલી વખત આવીશ.
તેમણે કહ્યું કે પાછલા અયોધ્યા દર્શનમાં મેં કહ્યું હતું કે લોકસભા ચૂંટણી બાદ પોતાના સાંસદોની સાથે રામલલાનું દર્શન કરવા આવીશ. એટલે જ અત્યારે હું અહીં આવ્યો છું. હવે રામલલાના દર્શન કર્યા બાદ શિવસેના સંસદમાં સોમવારથી નવી ઇનિંગ્સ શરૂ કરશે.
રાઉતે કહ્યું કે અમે રામના નામ પર વોટ માંગીશું નહીં અને ના તો ભવિષ્યમાં માંગીશું. ઉદ્ધવ ઠાકરેની અયોધ્યા યાત્રાને આ વર્ષે યોજાનાર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને જોડીને જોઇ રહ્યા છે. શિવસેના એ રામ મંદિર પર વિધાનસભાની ચૂંટણીને જોતા જ ફોકસ વધાર્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન બની રહેશે.