પારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભારતીય સેનામાં પ્લેસમેન્ટ મળ્યું

424

પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સારી જગ્યાએ પ્લેસમેન્ટ મળે તે માટે યુનિ. દ્વારા ખાસ પ્લેસમેન્ટ સેલ શરૂ કરાયો હતો. ત્યારે હવે, યુનિવર્સિટી દ્વારા દેશની ડિફેન્સ સર્વિસીસમાં ભરતી માટે ખાસ સેલની શરૂઆત કરવામાં આવી છે. આર્મ ફોર્સિસ વિંગના ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટરની નિમણુંક કરવામાં આવી છે. પારૂલ યુનિ. દ્વારા આયોજીત પ્લેસમેન્ટ ડ્રાઇવમાં પણ દેશની આર્મ ફોર્સિસને ખાસ આમંત્રીત કરવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓને નોકરી મળવાની સાથે દેશની સેવા કરવાની પણ તક મળે.

જેમાં પારૂલ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા રોહિત કુમાર કરેનાને તાજેતરમાં જ ભારતીય આર્મીમાં ગ્રેડ ઓફિસરની પોસ્ટ પર ફરજ બજાવવાની તક મળી છે. જ્યારે ભૂતકાળમાં એન્જિનયરિંગના વિદ્યાર્થીઓ શૈલેન્દ્ર પ્રસાદ અને અજય શુક્લાને પણ ભારતીય આર્મીમાં ફરજ બજાવવાની તક મળી હતી અને તેઓ આજે દેશની સેવા કરી રહ્યા છે. તેમજ એમબીએની એક વિદ્યાર્થિની હાલ ભારતીય હવાઇ સેનામાં ઓફિસર ગ્રેડ પર ફરજ બજાવે છે.

તેટલું જ નહીં વિદ્યાર્થીઓને દેશની જુદી જુદી ફોર્સિસની માહિતી મળી રહે તે માટે આર્મ ફોર્સિસ વિંગ દ્વારા સતત જુદા જુદા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. જે દરમિયાન તાજેતરમાં ભારતીય વાયુસેનામાં નોકરીની તકોને લઇને સ્કોર્ડન લીડર એશ્વર્યા જોષીના ખાસ વ્યક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ભારતીય નેવીમાં નોકરીની મબલખ તકો વિષે વેસ્ટર્ન નેવલ કમાન્ડના કમાન્ડ રીક્રુટમેન્ટ ઓફિસર કેપ્ટન જેકે ચૌધરી દ્વારા પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું.

Previous articleબ્લેક મન્ડે : સેંસેક્સમાં ૪૯૧ પોઈન્ટનો ઉલ્લેખનીય ઘટાડો
Next articleઅંબુજા સિમેન્ટે શરુ કર્યાં કારીગર મિત્રો માટે વર્કશોપ