અંબુજા સિમેન્ટે શરુ કર્યાં કારીગર મિત્રો માટે વર્કશોપ

462

દેશની જાણીતી સિમેન્ટ કંપની, અંબુજા સિમેન્ટે ગયા વર્ષે કારીગર મિત્રો માટે વર્કશોપનું આયેજન કર્યુ હતું જેની સફળતા જોતાં કંપનીએ આ રીતનું વર્કશોપનું આયોજન ચાલુ રાખતાં એક વાર ફરીથી શરુ કર્યું છે. તેના અંતર્ગત અમદાવાદ, મહેસાણા, રાજકોટ અને કચ્છની આસપાસના નાનાં-નાનાં ગામમાં કારીગર મિત્રોને જાગૃત કરવાના હેતુ વર્કશોપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વર્કશોપમાં કંપનીના પ્રતિનિધિ કારીગર મિત્રોને મકાન નિર્માણમાં આવેલ આધુનિક ટેકનીકની જાણકારી આપે છે અને મકાન નિર્માણ સંબંધિત સમસ્યાઓનું નિવારણ કરવામાં તેમની મદદ કરે છે.

કંપનીના રિઝનલ હેડ શ્રી સંજય ગોરખીયાએ જણાવ્યું કે, “ગયા વર્ષની સફળતાને જોતાં કંપનીએ એક વાર ફરીથી આ વર્કશોપ શરુ કર્યાં છે જેથી વધારેમાં વધારે કારીગર મિત્રોને તેનાથી લાભ મેળવી શકે અને સમય-સમય પર મકાન નિર્માણની આધુનિક ટેકનીક અને સિમેન્ટના સાચા ઉપયોગની જાણકારી મેળવી પોતાના કાર્યક્ષેત્રમાં સુધારો કરી શકે અને સાથે-સાથે કંપનીના બે પ્રોડક્ટ અંબુજા રુફ સ્પેશિયલ અને અંબુજા કૂલ વોલ્સનું પણ મકાન નિર્માણમાં ઉપયોગ કરવાનું શરુ કરી શકે”

આ ઉપરાંત કંપનીના પ્રતિનિધિ સાઇટ ઉપર જઇનેે કારીગર મિત્રોને કોઇપણ મકાન નિર્માણમાં સિમેન્ટના સાચા ઉપયોગની જાણકારી અને આધુનિક ટેકનીકના અનુભવથી અવગત કરાવે છે. સાથે આ વર્ષ અંબુજા સિમેન્ટ દ્વારા બે નવી પ્રોડક્ટ અંબુજા રુફ સ્પેશિયલ અને અંબુજા કૂલ વોલ્સ પણ પ્રસ્તુત કર્યાં છે, જેની પણ જાણકારી મિસ્ત્રી ભાઇઓને આ વર્કશોપ દ્વારા આપવામાં આવી રહી છે.

Previous articleપારૂલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભારતીય સેનામાં પ્લેસમેન્ટ મળ્યું
Next articleઅમદાવાદમાં બે વૃક્ષો અલગ અલગ જગ્યાએ ધરાશાયી થતાં ૧ યુવતીનું મોત, ૧ ઘાયલ