પાક.ની અવળચંડાઇઃ પૂંછમાં ફાયરિંગ કરતા એક બીએસએફ જવાન ઘાયલ

448

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (ર્ન્ઝ્ર) પર પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા કરવામાં આવેલી ગોળીબારીમાં રવિવારે ૩ લોકો ઘાયલ થઈ ગયા. સોમવારે પણ ચાલુ રહેલા આ સીઝફાયર ઉલ્લંઘનમાં ૧ ભારતીય જવાન પણ ઘાયલ થયો છે. આ જાણકારી પોલીસે આપી છે. પાકિસ્તાન તરફથી પુંછના કિરની, કાસ્બા, બંડિ ચેચિયન વિસ્તારમાં કરવામાં આવેલી ગોળીબારીમાં ઘાયલ થયેલા ૩ લોકોમાં ૨ છોકરીઓ સામેલ છે. પોલીસે જણાવ્યું હતું કે, ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે, જ્યાં ડૉક્ટરોએ તેમની હાલત સ્થિર હોવાની માહિતી આપી હતી.

રક્ષા મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેના દ્વારા કારણ વિના ભારતીય કેમ્પો પર ગોળીબારી કર્યા બાદ ભારત અને પાકિસ્તાની જવાનોની વચ્ચે ગોળીબારી શરૂ થઈ. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેનાએ પુંછના કિરની, કાસ્બા અને મેંધર વિસ્તારમાં સ્થિત ભારતીય કેમ્પોને નિશાનો બનાવ્યા હતા, જેનો ભારત તરફથી પ્રભાવીરીતે જવાબ આપવામાં આવ્યો હતો.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સોમવારે સવારથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે મુઠભેડ ચાલી રહી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, સુરક્ષા દળ દક્ષિણી કાશ્મીરમાં અનંતનાગના અચબલ સ્થિત બાદૂરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર નીકળ્યા હતા.

Previous articleઅમેરિકામાં ભારતીય મૂળના પરિવાર પર અંધાધૂંધ ગોળીબારઃ ૪ લોકોના મોત
Next articleસાધ્વી પ્રજ્ઞાના શપથ પર વિવાદ, વિપક્ષે નારેબાજી કરી મચાવ્યો હંગામો