બાબરામાં તબીબોએ રેલી કાઢી મામલતદારને આવેદન પાઠવ્યું

438

પશ્ચિમ બંગાળમાં એક ડોકટર પર બસો થી વધુ લોકોએ હુમલો કરતા ડોકટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા અને ડૉક્ટરપર હુમલાની ઘટનાના ઘેરા પડઘા દેશભરમાં પડ્યા છે ખાનગી હોસ્પિટલના તબીબોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી હુમલો કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે

ત્યારે બાબરામાં ડોકટર એસોશિયન દ્વારા પણ પશ્ચિમ બંગાળની ઘટનાને શહેરના તમામ તબીબો દ્વારા આકરો વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું

અહીં ડોકટર એસોશિયનના પ્રમુખ ડો બકુલ ચોથાણીની આગેવાની હેઠળ શહેરના તમામ ખાનગી હોસ્પિટલના તબીબો ડો કુબાવત,ડો વેલાણી,ડો દેશાણી,ડો ધુવ પટેલ,ડો ગોસાય,ડો ગોલાણી,સહિતના તબીબો દ્વારા ઓમ હોસ્પિટલ થી મામલતદાર કચેરી સુધી બાઈકરેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું

શહેરના તમામ તબીબો દ્વારા મામલતદારકચેરીમાં ઉગ્ર રોષ વ્યકત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા ડોકટરોને ન્યાય આપો ડોકટરોને સુરક્ષા આપોને વિવિધ સુત્રોચ્ચાર કર્યા હતા

બાબરા ડોકટર એસોશિયન દ્વારા જણાવ્યું હતુંકે ડૉક્ટર પરના હુમલા સામાન્ય બન્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં આવી કોઇ ઘટના નો સર્જાય તે માટે સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી અને કડક કાયદો કરવાની જરૂર છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઅમરેલીમાં ભાજપનાં વિજેતા નેતાઓનાં સન્માન સાથે ટીફીન મીટીંગનું આયોજન