પ્લાસ્ટીક પાટી વણાટનું કામ કરતાં કામદારોને ભાવવધારો આપવા માટે છેલ્લા બે મહિનાથી આંદોલન ચલાવવામાં આવ્યું હોવા છતાં વેપારીઓએ હકારાત્મક પ્રતિભાવ ન આપતા સોસીએશન દ્વારા મુખ્યમંત્રીને ૧૦૦૧ પત્ર પોસ્ટ કરી રજુઆત કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લા પ્લાસ્ટીક વિવર્સ એસોસીએશનની આગેવાની હેઠળ પાટીકામના કામદારો શહિત સ્મારક, હલુરીયા ચોક ખાતે એક્ઠા થયા હતા. અને રેલી સ્વરૂપે પોસ્ટ ઓફિસ પહોંચ્યા હતા.
એસોસીએશનના આગેવાનો, કામદારો, દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવેલ પોસ્ટકાર્ડ કરવામાં આવ્યા હતા. ભાવ વધારા મામલે છેલ્લા બે મહિનાથી આંદોલન ઉપરાંત છેલ્લા એક સપ્તાહથી બંધ પાળવા છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતાં પત્ર લખીને મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.