રેસીડેન્ટ ડોકટરો દ્વારા સુત્રોચ્ચાર

569

ભાવનગરની સર.ટી.હોસ્પીટલના રેસીડેન્ટ ડોકટરોએ સુત્રોચ્ચાર કરી પશ્ચિમ બંગાળમાં ડોકટરો પર હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી. પશ્ચિમ બંગાળમાં ડોકટરો પર થયેલા હુમલાની ઘટનાના વિરોધમાં દેશભરનાં ડોકટરો હડતાલમાં જોડાતાં આરોગ્ય સેવા ખોરવાઇ ગઇ હતી. ભાવનગરની સર.ટી.હોસ્પીટલ ખાતે પણ રેસીડેન્ટ ડોકટરોએ સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેશભરમાં ડોકટરો પર હુમલાની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ડોકટરોના રક્ષણ માટે નક્કર પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

 

Previous articleપ્લાસ્ટીક પાટી કામદારોનો ભાવ વધારા મુદ્દે મુખ્યમંત્રીને ૧૦૦૧ પત્રથી રજૂઆત
Next articleડોકટરોના રક્ષણ માટે કાયદો ઘડવા તબીબો દ્વારા માંગણી