ડોકટરોના રક્ષણ માટે કાયદો ઘડવા તબીબો દ્વારા માંગણી

542

પશ્ચિમ બંગાળમાં ડોકટર પર હુમલાનાં વિરોધમાં ડોકટરોની દેશવ્યાપી હડતાલના પગલે આરોગ્ય સેવા ખોરવાઇ ગઇ હતી. ઇન્ડીયન મેડીકલ એસોસીએશન ભાવનગરનાં સભ્યો પણ હડતાલમાં જોડાયાં હતા. શહેરના મહિલા કોલેજ  સર્કલ પાસે આવેલ ડોકટર્સ હોલ ખાતે હડતાલનાં અનુસંધાને યોજવામાં આવેલ કાર્યક્રમમાં ડા.મનસુખભાઇ કાનણી, ડા.ચિન્મય શાહ, ડા.કેરવીબેન જોશી સહિતના શહેરના નામાંકિત તબીબો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત એસોસીએશનના હોદ્દેદારો તથા અગ્રણી તબીબોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

દેશભરમાં ડોકટરો પર હુમલાની ઘટનામાં વધાર થઇ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા ડોકટરોના રક્ષણ માટે કાયદો ઘડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

Previous articleરેસીડેન્ટ ડોકટરો દ્વારા સુત્રોચ્ચાર
Next articleસિહોર ન.પા. દ્વારા સેવાસદનમાં બેઝમેન્ટની માટી કાઢવાનો પ્રારંભ