સાનિયા સાથેની પાર્ટીના વીડિયોને લઈ શોએબ મલિક રોષે ભરાયો

493

વર્લ્ડ કપમાં ભારત સાથેની કારમી હાર બાદ પાકિસ્તાનનાં જ ફેન્સ પાકિસ્તાની ટીમની આકરી ટીકા કરી રહ્યા છે. તેવામાં શોએબ મલિક ઝીરો રને આઉટ થતાં સોશિયલ મીડિયામાં લોકોએ તેને સૌથી વધુ ટ્રોલ કર્યો હતો. પાર્ટીનાં વીડિયોને લઈ ભડકેલાં શોએબ મલિકે સોમવારની રાત્રે એક પછી એક બે ટ્‌વીટ કર્યા હતા.

પહેલી ટ્‌વીટમાં તેણે લખ્યું કે, પાકિસ્તાન મીડિયા તેમની ક્રેડિબિલિટીને લઈ કોર્ટ દ્વારા ક્યારે એકાઉન્ટેબલ જાહેર કરાશે.

હું છેલ્લાં ૨૦ વર્ષથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં દેશની સેવા કરી રહ્યો છું. અને મારે મારી પર્સનલ વસ્તુઓ માટે સ્પષ્ટતા આપવી પડે તે વાતનું દુખ છે. વીડિયો ૧૩ જૂનનો છે, ન કે ૧૫ જૂનનો.

તો બીજી ટ્‌વીટમાં તેણે લખ્યું કે, મારા સાથી ખેલાડીઓ તરફથી હું મીડિયા અને લોકોને રિક્વેસ્ટ કરું છું કે, અમારા પરિવાર પ્રત્યે સન્માન જાળવે. અને તેમને આવી ખરાબ ચર્ચાઓમાં ઘસેડવા ન જોઈએ. અને તે કોઈ સારી વસ્તુ પણ નથી.

એક ટ્‌વીટ પર જવાબ આપતા સાનિયાએ કહ્યું કે, ‘વીણા, હું મારા બાળકને લઈને કાફેમાં નહતી ગઈ. બધા કરતા વધારે મને મારા બાળકની ચિંતા છે તેથી આ મામલે તમારે કે દુનિયામાં અન્ય કોઈએ પણ મને મારા બાળકની ચિંતા કરવાની કોઈ જ જરૂર નછી. અને બીજી વાત કે હું પાકિસ્તાની ક્રિકેટ ટીમની ડાયેટિશિયન, પ્રિન્સિપલ, ટીચર કે માતા નથી કે હું એમને સમજાવું કે એમણે શું કરવું જોઈએ અને શું નહીં.’

શોએબ મલિકનુ કેરિયલ લગભગ ખતમ : મહોમ્મદ યુસુફ

પાકના પૂર્વ ક્રિકેટર મહોમ્મદ યુસુફનુ કહેવુ છે કે, મને લાગે છે કે, શોએબ મલિકનુ કેરિયલ લગભગ પુરૂ થઈ ગયુ છે. મને નથી લાગતુ કે, હાલના વર્લ્ડકપમાં હવે તેને મોકો મળે. તેને ફરી ટીમમાં રાખવો પણ ભૂલ હશે. જોકે ટીમ મેનેજમેન્ટ મલિકનો બચાવ કરી રહ્યુ છે. શોએબ મલિકે પહેલા પણ કહી ચુક્યો છે કે, આ મારો છેલ્લો વર્લ્ડકપ છે.

Previous articleન્યુઝીલેન્ડ-આફ્રિકાની વચ્ચે રોચક મેચને
Next articleમેન્યુફેકચરિંગ સહિતના ક્ષેત્રે ૫૮૨૦૦ નવા જોબ ઉમેરાશે