રોંગ સાઇડે જતી દારુ ભરેલી કારે રિક્ષાને અડફેટે લીધી, ૪ ઘાયલ

1616

અરવલ્લી શામળાજી બોર્ડર એ ગુજરાતમાં રાજસ્થાનથી દારુ ઘુસાડવાનો માર્ગ છે ત્યારે અહીં બુટલેગરો અનેક કિમિયા અજમાવીને ગુજરાતમાં દારૂ ઘુસાડતા હોય છે. ક્યારેક પોલીસના હાથે ઝડપાઇ પણ જતા હોય છે. ક્યારેક દારૂ ભરેલી કાર કે અન્ય વાહનોના અકસ્માત પણ થતાં કિસ્સાઓ બનતા રહે છે.

આવો જ એક કિસ્સો અરવલ્લી નેશનલ હાઇવે ઉપર બન્યો છે. જ્યાં દારૂ ભરેલી ઇનોવા કાર ચાલકે રોંગ સાઇડમાં હંકારીને રિક્ષાને અડફેટે લીધી હતી. જેના પગલે ચાર મુસાફરો ઘાયલ થયા હતા. જેમને શામળાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સાથે સાથે શામળાજી પોલીસે ઇનોવા કાર ચાલકને ઝડપી પાડીને આગળી કાર્યવાહી હાથધરી હતી.

મળતી માહિતી પ્રમાણે અરવલ્લી નેશનલ હાઇવે ઉપર ઇનોવા કાર ચાલક રોંગ સાઇડમાં સ્પીડમાં પસાર થતો હતો. આ સમયે સામેથી આવતી રિક્ષા સાથે કારની ટક્કર થતાં રીક્ષાના ભુક્કા બોલાઇ ગયા હતા. અકસ્માતના પગલે રીક્ષામાં સવાર ચાર મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે શામળાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત શાળાજી પોલીસે ઇનોવા કાર ચાલકને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથધરી હતી. ઘટનાની જાણ થતાં હાઇવે ઉપર લોકોના ટોળા એકઠાં થયા હતા જ્યારે અકસ્માતના પગલે હાઇવે ઉપર ટ્રાફિક સર્જાયો હતો.

Previous articleશેરબજારમાં મંદી પર બ્રેક : ૮૬ પોઇન્ટની રિકવરી
Next articleમહેસાણાઃ ઠાકોર સેનામાં બે ફાંટિયા, બની નવી રાષ્ટ્રીય ક્ષત્રિય ઠાકોર સેના