૨૧મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ અને આ વખતના વિશ્વ યોગ દિવસની થીમ છે હૃદય. વિશ્વ આરોગ્ય સંસ્થાનું એલર્ટ છે કે, ૨૦૩૦ સુધીમાં દર બેવ્યકતિએ એક વ્યક્તિ હષ્ઠઙ્ઘકે જેને બિનચેપી રોગ કહેવાય છે, તેનાથી પીડાતું હશે અને તેમાં હૃદયરોગ મુખ્ય હશે.
હૃદય આપણા શરીરમાં ૨૪૭ કામ કરતું અને સૌથી વધારે સંવેદનશીલ અવયવ છે.જ્યારે પણ કોઈ દુઃખદ ઘટના બને, માણસમાં હોય તનાવ માં હોય, વધારે ગુસ્સો કરે તો તેની સીધી અસર હૃદય પર પડે છે જેમકે હૃદયના ઘબકારા વધી જાય, બીપી વઘી જાય હૃદય રોગનો હુમલો થાય. તો હૃદયને સ્વસ્થ રાખવું હોય તો શરીરની સાથે મન પર પણ કામ કરવું પડશે અને મન પર કામ કરવું હોય તો શ્વાસ પર નિયંત્રણ કરવું જરૂરી છે અને તેના માટે નિયમિત યોગ કરવા એક શ્રેષ્ઠ રસ્તો છે.
ગાંધીનગર શહેરના નાગરિકો માટે સ્વર્ણિમ પાર્ક ખાતે તા. ૨૦મી જૂન, ૨૦૧૯ સુધી નિશુલ્ક યોગની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તાલીમ વર્ગો નિયમિત સવારના ૬.૩૦ કલાકે શરૂ થઇ જાય છે. આ તાલીમ વર્ગમાં તાલીમ લીઘા બાદ કોઇ પણ વ્યક્તિ નિયમિત રીતે યોગને જીવનમાં અપનાવી શકે છે.