સેન્ટ મેરી સ્કૂલની બસ ભૂવામાં ફસાઇ, ૨૦ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

578

અમદાવાદમાં પણ વરસાદ પડવાની શરૂઆતની સાથે જ ભૂવા પડવાનું પણ શરૂ થયું છે. વરસાદ પહેલા જ તંત્રની પ્રિ – મોન્સૂન એક્ટિવિટીની પોલ ખુલી ગઇ છે. આજે અમદાવાદમાં એક ઘટના સામે આવી હતી. જેના પરથી તંત્રની પોલ ખૂલી ગઇ હતી.

અમદાવાદમાં ખાડામાં આજે એક સ્કૂલની બસ ફલાઇ હતી. ઘાટલોડિયાના રન્નાપાર્ક પાસે વરસાદના પાણીના કારણે પડેલા ખાડામાં એક સ્કૂલ બસ ફસાઈ હતી. બસ ફસાઈ જતા સદ્દનસીબે બાળકોને બીજી બસમાં લઈ જવાયા હતા. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, બસમાં ૧૫થી ૨૦ વિદ્યાર્થીઓ સવાર હતા. પરંતુ તેમને કોઇ ઇજા થઇ નહોતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રન્નાપાર્ક વિસ્તારમાં સેન્ટ મેરી સ્કૂલની બસ પસાર થઇ રહી હતી. ત્યારે અચાનક જ રસ્તાપરના ફૂવામાં ફસાઇ ગઇ હતી.

આ સ્કૂલબસમાં ૧૫થી ૨૦ વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે, આ ઘટનામાં તમામ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો છે. સવાર વિદ્યાર્થીઓને બસમાંથી સલામત રીતે નીચે ઉતાર્યા હતા. અને અન્ય વાહન દ્વારા યોગ્ય જગ્યાએ પહોંચાડવાની કામગીરી કરાઇ હતી.

આ ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોનસૂન કામગીરીની પોલ ચોક્કસ ખોલી છે. જોકે, આ ઘટનાએ એએમસીની નબળી કામગીરીની પોલ ચોક્કસ ખોલી દીધી છે. હાલ છસ્ઝ્ર વિરુદ્ધ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. વરસાદ પહેલા કેમ જવાબ આપવાથી ભાગી રહ્યા છે અધિકારીઓ? થોડા વરસાદમાં જ કેમ રોડ પર પડી જાય છે ભુવા? જેવા અનેક સવાલોથી તંત્રના અધિકારીઓ ભાગી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના નારોલમાં ગઇકાલે સ્કૂલવાનમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? અધિકારીઓ છઝ્ર ચેમ્બરમાં બેસીને શાં દુર્ઘટનાની જોઈ રહ્યા છે રાહ? કેમ અગાઉથી જ ભુવા કે ખાડા પુરવામાં નથી આવતા? તંત્રની પ્રિમોન્સૂન એક્ટિવિટીની બેઠકોના નામે માત્ર મજાક કરવામાં આવી રહી છે. ક્યાં છે મેટ્રો સિટીના મેયર, સ્ટેન્ડિંગના ચેરમેન, મેયર, સ્ટેન્ડિંગ તો ઠિક વિપક્ષના નેતાને પણ નથી દેખાતો ભુવો? આ ઘટનાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોનસૂન કામગીરીની પોલ ચોક્કસ ખોલી છે, અને અમેક વેધક સવાલોથી અધિકારીઓ ભાગી રહ્યા છે. હજી તો વરસાદની શરૂઆત છે ત્યા આવા ભૂવા પડવાની શરૂઆત થઇ છે તો ભારે વરસાદ વખતે અમદાવાદના રોડ અને રસ્તા ઉપર વાહન લઇને ચાલવું એ જીવના જોખમ સમાન બની જાય તો નવાઇ નહીં.

Previous articleપાંચમા વિશ્વ યોગ દિવસની થીમ છે હૃદય
Next articleGMDC ભ્રષ્ટાચારના આરોપી દેત્રોજાએ અઢી કરોડની ૭૦ હેક્ટર જમીન ખરીદી