બાયડ તાલુકાના સાઠંબા ગામે ખાનગી માલિકિના સર્વે નંબર તથા સાઠંબા મંડળ ની કેટલીક જમીનમાંથી ગામના કેટલાક લેભાગુ તત્વો એ સંખ્યાબંધ વૃક્ષોનું મંજૂરી વગર નિકંદન કાઢી નાખતાં હલચલ મચી ગઇ છે. ત્યારે આ મામલે તપાસ કરી કડક કાર્યવાહી કરવા માટે સાઠંબા મંડળ દ્વારા પોલીસ ને જાણ કરી પ્રાંત અધિકારી સમક્ષ માગણી ઉઠાવી છે.
સાઠંબા ગ્રામજનો પાસેથી મળેલ માહિતી મુજબ ગામના કેટલાક લોકો એ સ્કીમ પાડવાના તથા અન્ય કોઇ હેતુથી સર્વેનંબર ૯૫૫ જમીન ને એન.એ કરાવી હતી. ત્યારે ગામના આ તત્વો એ રૂપિયા કમાવવાની લહાયમાં નિયમો નેવે મુકી લીલા ઝાડ ૧૦ કરતાં પણ ઉપરાંત કાપી નાખતાં હલચલ મચી ગઇ છે. આ મામલો ગામમાં ચર્ચાના સ્થાને આવતાં જ પંચાયત ના પગતળે રેલો આવતાં પંચાયતમાં પણ દોડધામ મચી છે. બીજી બાજુ ૯૫૫ સર્વેનંબરના બિલકુલ બાજુમાં આવેલ સર્વે નંબર ૯૫૬માં પણ ગામના એસ.જી. તપોધનના ઓ એ ઝાડ કાપ્યા નું બહાર આવ્યું છે. સાઠંબા કેડવણી મંડળ દ્વારા પોલીસ ને જાણ કરવામાં આવેલ મુજબ તેમની માલીકી ની જમીન કેજેનો સર્વે નંબર ૯૫૬ છે.જેમાં ઉપરોક્ત શખ્સો દ્વારા ગેર કાયદેસર ઘૂસી લીલા ઝાડ કાપી નાખતાં મંડળ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.એક તરફ સાઠંબામાં પ્રાંત અધિકારી આ મામલે ન્યાઇ તપાસ કરેતો માસમોટું એન.એ નું કૌભાંડ પણ બહાર આવે તેમ ગ્રામજનો એ જણાવ્યું છે.
ખેડૂતોએ વેપારીઓની લોભામણી વાતોમાં આવવુ નહી અને સર્ટીફાઈડ કંપનીનું પેકીંગમાં જ બિયારણની ખરીદી કરવી અને તેનુ બીલ અવશ્ય લેવુ સાથે સાથે જિલ્લામાં બોગસ બિયારણનો વેપાર કરતા લોકોને ખુલ્લા પાડવા જિલ્લા નાયબ ખેતી નિયામક વિસ્તરણ અધિકારી નો સંપર્ક કરી જાણ કરવી