મોતથી હચમચી ઉઠેલા લોકો દ્વારા નીતિશકુમારનો વિરોધ

661

જીવલેણ તાવના કારણે બિહારમાં મોતનો આંકડો ૧૧૦ ઉપર પહોંચી ગયો છે ત્યારે ૧૮ દિવસના ગાળા બાદ મુખ્યપ્રધાન નીતિશ કુમાર મુઝફફરપુર પહોંચતા પરેશાન બાળકોના સગાસંબંધીઓ દ્વારા તેમનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. નીતિશ પરત ફરો જેવા નારા લગાવવામાં આવ્યા હતા. તાવના કારણે બાળકોના મોતથી હચમચી ઉઠેલા પરિવારના સભ્યોએ જોરદાર દેખાવ કર્યા હતા. હોસ્પિટલની બહાર રહેલા લોકોનુ કહેવુ છે કે સારવાર યોગ્ય રીતે કરવામાં આવી રહી નથી. તબીબો અને હોસ્પિટલના અન્ય સંબંધિત લોકો ઉદાસીન દેખાઇ રહ્યા છે. દરરોજ બાળકોના મોત થઇ રહ્યા છે. નીતિશ કુમાર ખુબ મોડેથી જાગ્યા છે. તેમને પરત ફરવાની જરૂર છે.  હોસ્પિટલની બહાર ઉભેલા લોકોએ કહ્યું હતું કે, નીતિશકુમાર ખુબ મોડેથી પહોંચ્યા છે. નીતિશકુમારના પ્રવાસને લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવી હતી. દર્દીઓ અને તેમના પરિવારના સભ્યોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. મુઝફ્ફરપુરમાં બાળકોના મોતથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડીના નેતા રાબડી દેવીએ નીતિશકુમાર અને મોદી પર પ્રહાર કરતા માસુમ બાળકોની હત્યાને લઇને જોરદાર વિરોધ કર્યો છે.

રાબડી દેવીએ ટિ્‌વટ કરીને કહ્યું છે કે, એનડીએ સરકારની લાપરવાહી, કુવ્યવસ્થા, મુખ્યમંત્રીને લઇને ઉદાસીન વલણ સહિતના કારણોસર બાળકોના મોટી સંખ્યામાં મોત થયા છે. ૧૦૦૦થી પણ વધુ બાળકોના મોત થઇ ચુક્યા છે. બાળકોના મોત નહીં બલ્કે હત્યા કરી દેવામાં આવી છે. તાવના બહાને આ બાળકોને એકરીતે હત્યા કરી દેવામાં આવી છે.

આજે પણ વધુ ચાર બાળકોના મોત થયા હતા. બિહાર સરકાર પણ હવે હચમચી ઉઠી છે. રોગ ઉપર અંકુશ મુકવાના પ્રયાસો થઇ રહ્યા છે.

Previous articleઓવૈસીના શપથગ્રહણ વેળા જયશ્રી રામ નારા ગુંજી ઉઠ્યા
Next articleઅયોધ્યા ત્રાસવાદી હુમલાના  કેસમાં ચાર ત્રાસવાદીને સજા