ચીનના સિચુઆનમાં આવેલા ભૂંકપના બે ઝાટકામાં ૧૨ લોકોના મોત થયા છે, જ્યારે ૧૨૫ લોકો ઘાયલ થયા છે. ચીનના ભૂકંપ કેન્દ્ર (ઝ્રઈદ્ગઝ્ર)ના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સમયાનુસાર યિબિન શહેરના ચાંગિંગ કાઉન્ટીમાં સોમવારે રાતે ૧૦.૫૫ કલાકે પહેલી વખત ૬ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. ત્યારબાદ ૫.૩ની તીવ્રતાની સાથે બીજો ઝાટકો મંગળવારે સવારે આવ્યો હતો.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, એક બચાવકર્મીએ કહ્યું કે, ચાંગિંગ કાઉન્ટીમાં બે લોકો હજુ પણ ફસાયા છે, જેમાં એકની હાલત ગંભીર છે. શૌન્ગી શહેરમાં ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ચેંગિંગ કાઉન્ટીમાં ૧૬માં માળે રહેનારા ચેન હોંગસિયાએ જણાવ્યું કે, જ્યારે ભૂંકપ આવ્યો ત્યારે હું મારા ઘરમાં આરામ કરી રહ્યો હત. મારો પરિવાર બચવા માટે પહેલા ટોઈલેટમાં ગયો ત્યારબાદ બધા બહાર નીકળી ગયા હતા.
રાજધાની ચેંગદુમાં અર્થ ક્વેક વોર્નિંગ સિસ્ટમે ભૂકંપ આવ્યાના એક મિનિટ પહેલા લોકોને સર્તક કર્યા હતા. ત્યારબાદ ભારે ભૂંકપનો આંચકો આવ્યો હતો. ભૂકંપ બાદ કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે રાહતની કામગીરી શરૂ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવકર્મીઓને મોકલવામાં આવ્યા છે. સ્ટેટ મીડિયાના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રીય ખાદ્ય મંત્રાલયે પાંચ હજાર ટેન્ટ, ૧૦ હજાર ફોલ્ડિંગ બેડ અને ૨૦ હજાર રજાઈ ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા છે.