રાજુલા શહેરમાં આવેલ બક્ષીપંચ દિકરીઓની કન્યા છાત્રાલય આવેલી છે તેમાં જુલાઇ મહિના સુધી શરૂ ન થતા હવે દિકરીઓ ૨૫ દિવસ શું કરશે તેવો વેધક સવાલ ઉઠ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ બક્ષીપંચની દિકરીઓ માટે ડુંગર રોડ પર કન્યા છાત્રાલય આવેલ છે પણ અહિં હાલ એડમિશન શરૂ છે મેરીટ લિસ્ટ બન્યા બાદ જુલાઇ મહિનાના પ્રથમ સપ્તાહમાં શરૂ થશે તેવું સત્તાવાળાઓ જણાવી રહ્યા છે. વેકેશન ૧૦ તારીખે ખુલી ગયું હોવા છતાં હજુ છાત્રાલયના ઠેકાણા નથી તો ૨૫ દિવસ દિકરીઓના અભ્યાસ અને રહેવાનું શું એક તરફ સરકાર કન્યા કેળવણીને ઉત્તેજન આપી રહ્યા છે તો તંત્ર પાણી ફેરવી રહ્યું છે. આ બાબતે આગેવાન રણછોડભાઇ મકવાણાએ શિક્ષણમંત્રી સહિતનાને પત્ર પાઠવી રજુઆત કરી છે.