મેલેરિયા મુકત અભિયાન અંતર્ગત ઢસા પીએચસી દ્વારા સઘન ચેકીંગ

597

ગુજરાત રાજ્ય  સરકાર ના લક્ષ્ય મલેરિયા મુક્ત અભિયાન ૨૦૨૨ અંતર્ગત આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢસા જંકશન ના મેડિકલ ઓફિસર ડો.ભાવેશ અંજારાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢસાની રેપિડ સ્સિપોન્સ ટીમ દ્વારા ઢસાગામ વિસ્તારનાં તમામ સરકારી ઈમારતો પોલીસ સ્ટેશન સ્કુલો પંચર ની દુકાનો પેટ્રોલ પંપ કારખાનાં ની મુલાકાત લઇ મચ્છરોની ઉત્પતિ અટકાવવા જરૂરી પગલાં ઓ લઈ તેમજ ખાડા ખાબોચીયા ઓમાં એમ.એલ.ઓ કામગીરી કરી ગુજરાત સરકાર ના લક્ષ્યને પુરવાર સાબિત કરવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢસા જંકશન  ના સુપરવાઇઝર આશીષ ગોંડલીયા તેમજ આરોગ્ય કર્મચારી ગૌતમ મકવાણા એ ભારે જહેમત ઉઠાવી હતી.

Previous articleનિયમભંગ કરતી ૪૫થી વધુ સ્કૂલ વાનો ડિટેઇન
Next articleધંધુકા ખાતે હિન્દુ સામ્રાજ્ય દિન ઉત્સવની ઉજવણી થઇ