અલ્ટ્રાટેક દ્વારા રાજુલાના તળાવો ઉંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાયો

610

અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ ગુજરાત સિમેન્ટ વર્કસ સીએસઆર વિભાગ દ્વારા જળસંચયમાં વધારો કરવાના હેતુથી તળાવો ઉંડા કરવાનું કામ હાથ ધરેલ છે.

આસપાસના ગામો જેવા કે લોથપુર, કવાયા તથા વાંઢ જેવા ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ તળાવ ઉંડું કરવાની કામગીરી હાથ ધરેલ છે. અલ્ટ્રાટેક સીએસઆરના વોટર પોઝીટીવીટી પ્રોજેકટ અંતર્ગત આ વિસ્તારમાં જયાં પાણીના  સંગ્રહની ક્ષમતા સામાની હતી તેને વધારવા માટે ગ્રામ્ય વિસ્તારના તળાવો ઉંડા કરી જલસંચયના અવરોધો હાટવી ક્ષમતામાં વધારો કરવાનો પ્રયાસ હાથ ધરાયેલ છે. જે અંતર્ગત કોવાયા ચેક ડેમની બાજુનું તળાવ તથા ખોટા તળાવ તથા લોથપુર અને વાંઢના તળાવો પણ ઉંડું કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જયાં પાણીના સંગ્રહનો અવરોધ હતો તેને દુર કરી સંગ્રહની ક્ષમતા વધારવાનો પ્રયાસ હાથ ધરાયેલ છે. આ કાર્યમાં ગામના સરપંચ અને ગ્રામજનોનો પણ સાથ સહકાર મળેલ છે. ગ્રામજનો દ્વારા તળાવમાં ખોદકામ દરમ્યાન નિકળેલ માટીને ખસેડવામાં સારી એવી મદદ મળી હતી.

આમ ગ્રામજનોની સહાય તથા અલ્ટ્રાટેક સીએસઆર વિભાગના પ્રયાસ દ્વારા ગત વર્ષ પણ વરસાદ ના મોસમ પહેલા તળાવો ઉંડા કરવાનું કામ હાથ ધર્યુ હતું. જેના પરિણામ સ્વરૂપે પહેલા આ વિસ્તારમાં જળ સંગ્રહમાં ૦.પ ટકાના સ્તરે હું જે વધીને ડીએનવીના અહેવાલ પ્રમાણે ર.પ ટકા પોઝીટીવ થયું છે. જેેને આ વર્ષે ચારગણું વધારવાનો પ્રયાસ કરવામાં આવશે.

ઉપરોકત કાર્યમાં સરકારની સુજલામ સુફલામ યોજના પણ કાર્યરત છે. સીએસઆર વિભાગનું પણ આ કાર્યમાં યોગદાન છે. અર્થાત આગળના દિવસોમાં નવીન ક્ષેત્રોમાં પણ જળસંગ્રહના કાર્યો હાથ ધરવામાં આવશે. સાથે સાથે જન સમુહમાં જળ સંચય અને જળ બચાવ અંગે જાગૃતતાના કાર્યક્રમો પણ સીએસઆરની ટિમ દ્વારા સમયાંતેર યોજવામાં આવશે. જેમાં જળસંચયના ઘરેલુ ઉપાય તથા કેવી કેવી રીતે પાણીનોબ ગાડ અટકાવી શકીએ અને પાણીને આપડી આગળની પેઢી સુધી પહોંચાડી શકીએ આવા કાર્યક્રમો જેમાં ફોટોસ અને ચિત્રદર્શન દ્વારા માહિતી પ્રદાન કરવામાં આવશે.

Previous articleસત્ય પ્રેમ કરુણા ગ્રુપ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગર મહાપાલિકાના દ્વારેથી