જાફરાબાદની કામધેનુ ગૌશાળાના લાભાર્થે ૧.૧ર લાખનું દાન મળ્યું

801
guj322018-2.jpg

જાફરાબાદની કામધેનુ ગૌશાળાના લાભાર્થે જેમાં લુલી, લંગડી અપાહીઝ ગાયોની સેવા કરતું કામધેનુ યુવક મંડળ દ્વારા જાફરાબાદના દાતાઓ દ્વારા રૂ.૧ લાખ, ૧ર હજાર, પ૭૮ રૂપિયાની દાનની સરવાણીનો ધોધ વહ્યો હતો.
જાફરાબાદની કામધેનુ ગૌશાળા કે જેમાં અપાહીઝ ગાયોની સેવા ર૪ કલાક થઈ રહી છે. તેમાં વિશેષ કામધેનુ યુવક મંડળ જે માત્રને માત્ર ગૌ માતાની સેવાકાર્ય કરી રહ્યું હોય અને તેમણે ગૌમાતા માટે જોળી ઉપાડીને જાફરાબાદ નગરમાં ફેરવી તો સર્વ સમાજ દ્વારા પ્રતિભાવ મળ્યો. દાનની સરવાણીનો ધોધ વછુટ્યો. જેમાં જાફરાબાદના મધ્યમાં ગીરીરાજ ચોક વિસ્તારમાંથી રૂા.૪ર૧૪૦, મચ્છી માર્કેટ તથા ગ્રામ્ય વિસ્તારમાંથી રૂા.૧પ૧૬૮, કામનાથ મહાદેવ મંદિર વિસ્તારમાંથી રૂા.૧ર,પપ૦ સામાકાંઠા વિસ્તારમાંથી રૂા.૭,૪૦૦ અને વેપારી એસોસીએશન તેમજ માર્કેટ વિસ્તારમાંથી ર૩ હજાર ર૪૦ જે દાતા વેપારીઓ તેમજ દરેક નાનામાં નાનો દાતા ગૌમાતા માટે પહાડ જેવડો મોટો છે. કારણ કે તે નાનો દાતા છે પણ ગૌમાતા માટે તેની ભાવના બુલંદ છે ત્યારે વેપારી એસોસીએશન પ્રમુખ હર્ષદભાઈ મહેતા દ્વારા જણાવાયું કે, વૈજ્ઞાનિકો દ્વારા પણ સાબીત થયું છે કે ગૌમાતાના દુધ, ગૌમુત્ર, તેના છાણમાં અલૌકિક ગુણો સમાયેલ છે તેમજ ધાર્મિક દ્રષ્ટિએ ગૌ માતામાં તેત્રીસ કરોડ દેવ સમાયેલ છે અને તેના માટે ભારતીય સમસ્ત નાગરીકોએ ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તેમાં સહમત રહેવું જરૂરી અને ગાયમાતા આદીકાળથી પૂજનિય હતી અને કાયમ રહેશે તેમ સર્વ સમાજ વતી પ્રમુખ હર્ષદભાઈ મહેતા દ્વારા જણાવાયું છે.

Previous articleગુનાખોરી ડામવા રાજુલામાં મંજુર થયેલ ડીવાયએસપી કચેરી શરૂ કરવા માંગણી
Next articleકડિયાળી પ્રા. તથા મા. શાળામાં SPCના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ યોજવામાં આવી