બોટાદ જિલ્લા પંચાયત ખાતે ૭મી આર્થિક ગણતરી સર્વે માટે તાલીમ વર્કશોપ યોજાયો

711

ભારત સરકાર દ્વારા આગામી સમયમાં ૭મી આર્થિક ગણતરી સર્વે કરવામાં આવનાર છે. બોટાદ જીલ્લામાં આર્થિક સર્વેની ગણતરી સૌપ્રથમવાર મોબાઈલ એપ્લીકેશન દ્વારા કરવામાં આવશે. આ સર્વેથી જિલ્લા અને દેશના રોજગાર અને આર્થિક બાબતોની માહિતી એકઠી કરવામાં આવશે. જે માટે ભારત સરકારના સીએસસી – ઇ ગવર્નરસ સર્વિસ ઇન્ડીયા લિમિટેડ  દ્વારા બોટાદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કક્ષાના સુપરવાઇઝરોની તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં જિલ્લા આયોજન અધિકારી બ્રિજેશ.કે.જોષી અને એનએસએસઓ ના અધિકારી પી.એન.બોરીચા અને સીએસસી મેનેજર દ્વારા આર્થિક ગણતરીનો સર્વે કઈ રીતે કરવો તે અંગેની તાલીમ આપવામાં આવી. જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે આર્થિક ગણતરીના ગણતરીદાર આપના ત્યાં સર્વે કરવા આવે ત્યારે તેમને સાથ સહકાર આપવા વિનંતી.

Previous articleભાવનગર મહાપાલિકાના દ્વારેથી
Next articleસર.ટી.હોસ્પીટલમાં અન્નપૂર્ણા સાર્વજનિક ભોજનાલયનો પ્રારંભ