બોટાદ જીલ્લાના રાણપુરમાં છેલ્લા ચાથ પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યા છે.ત્યારે આજે સવારથીજ સુસવાટા મારતા પવન વચ્ચે આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા.જેને લઈ આખો દિવસ દરમ્યાન ધીમીધારે વરસાદ ચાલુ રહ્યો હતો.અને આશરે એક ઈંચ વરસાદ નોંધાયો હતો.એક ઈંચ જેટલા પડેલા વરસાદના લઈ ગીબરોડ,બસસ્ટેશન,રેલ્વે સ્ટેશન રોડ સહીત અનેક રોડ ઉપર પાણી ભરાઈ જતા તંત્રની પોલ ખુલી ગઈ હતી.જ્યારે મનુભાઈ એ.શેઠ.ઇગ્લીશ મીટીયમ સ્કુલ પાસે તો ઢીચણ સમાણા પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.પોલીસ સ્ટેશન થી લઈ બસ સ્ટેશન ચાર રસ્તા સુધી માં અસંખ્ય ખાડા હોઈ જ્યારે આજે વરસાદ આવતા આ ખખડધજ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ફળીવળ્યા હતા.માત્ર એક ઈંચ વરસાદ માં જો રાણપુરના મેઈન રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા તો આગામી દિવસોમાં હજુ ચોમાસુ આવવાનું બાકી છે.ત્યારે વધુ વરસાદ આવશે તો શુ થશે અને રાણપુરની કેવી હાલત થશે એવુ રાણપુરના લોકોના મુખે ચર્ચાઈ રહ્યુ છે.હવે જોવુ એ રહ્યુ કે તંત્ર આ બાબતે કેવા પ્રકારની કામગીરી કરે છે.