બાબરા તાલુકા ના દરેડ ગામે ગત તા ૯ ની રાત્રી ના શિમ વિસ્તાર માં ખુલ્લા માં સુતેલા ભરવાડ દંપતિ ઉપર ધોકા કુહાડી વતી જીવલેણ ઇજા પહોચાડી અને સોના ચાંદી ના દાગીના સહિત કુલ ૧૫૨૫૦૦ ના મુદ્દા માલ ની લુંટ ચલાવી અને ઇજાગ્રસ્ત ડાયાભાઇ ઓઘડભાઈ ભરવાડ અને તેમના પત્ની જાનુબેન ડાયાભાઇ ને ઘરના રૂમ માં ખાટલા સાથે બાંધી માર મારી નાસી જવા અને અણજાણ્યા લુટારુ સામે ફરિયાદ દાખલ થવા પામેલી હતી
આવા સમયે ભાવનગર નાયબ મહાનિરિક્ષક અશોક યાદવ તેમજ અમરેલી જીલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય દ્વારા બનાવ અંગે અલગ અલગ એક્શન પ્લાન બનાવી લુટારૂ ઝડપી લેવા ચક્રોગતિમાન કરવા માં આવેલા જેમાં
અમરેલી એસ ઓ જી પોલીસ ઇન્સ આર કે કરમટા સહિત ની ટીમ દ્વારા આ બનાવ માં સૌથી મોટી દેવીપુજક ગેંગ નો હાથ હોવાનું પુરાવા આધારે શોધી અને સમુળગી તપાસ નો ડોર સાંભળી લીધો હતો જેમાં ચંદુ લખું જીલીયા, ઉજીબેન ઉર્ફે બાવલી ચંદુભાઈ વાઘેલા, વિશુ ઉર્ફે નનુ ચંદુભાઈ જીલીયા, ફ્લજી જીલુ સાઢમિયા, હરેશ ઉર્ફે ભૂરી ચંદુભાઈ જીલીયા, કાળુ લખું જીલીયા, કિશન ઉર્ફે ખીમો બચુ વાઘેલા, મુકેશ ઉર્ફે મુકો ભાવુભાઈ સાડમિયા, મુકેશ ઉર્ફે ભયલુ ભાવુ ઉર્ફે બાબુભાઈ વાઘેલાને એક મકાન માં ભેગા મળી અને બીજા લૂંટ ના બનાવ ને અંજામ આપવા તૈયારી કરતી વખતે ઝડપી આગવી અને મનોવિજ્ઞાન રૂપે પૂછપરછ હાથ ધરવા માં આવી હતી જેમાં સાત હત્યા સાથે લુંટ અને લુંટ ના પાચ સહિત ચાર ચોરી ના વણઉકેલ ભેદ ઉપર થી પરદો ઉચકતા અમરેલી એસ ઓ જી પોલીસ ટીમ ના આર કે કરમટા સહિત ની ટીમ ની કામગીરી વખાણી રેંજ આઈ જી દ્વારા ૩૦ હજાર નું પોલીસ બેડા ને પુરસ્કાર એનાયત કરવા જાહેરાત કરવા માં આવી છે
પકડાયેલી દેવીપૂજક ગેંગ ના સભ્યો એ ગુનાહિત કબુલાત આપી સુરેન્દ્રનગર જીલ્લા ના પાદરા ગામે ૧૦૦ વર્ષ ની વૃદ્ધા બોજીબેન ધનજીભાઈ માંદુરિયા ની મારમારી હત્યા કાન માં પહેરેલ સોનાની કડી ની લુંટ, અમદાવાદ ગ્રામ્ય ગલસાણા ની શિમ માં તા ૧૬/૧/૧૯ ભરવાડ દંપતિ ઉપર હુમલો કરી લક્ષ્મણભાઈ ભીખાભાઈ મેવાડા ની હત્યા બંને દંપતિ ના ઘરેણા ની લુંટ, ભાવનગર ના ધાંધળી ગામે તા.૧૯/૧૧/૧૯ શિમ વિસ્તાર માં પરિવાર ઉપર હુમલો કરી સંજયભાઈ બીજલભાઈ પરમાર ભાગવા જતા તેના પુત્ર ના ગળા ઉપર ધારિયું રાખી પાછા બોલાવી સંજયભાઈ ની મારમારી હત્યા સોના ચાંદી ના દાગીના ની લુંટ, અમદાવાદ ના ફેદરા ગામ ની શિમ માં ગુણોદય ધામ તા.ધંધુકા તા.૪/૫/૧૯ રાત્રી ના ૧૦ થી ૧૨ લોકો દ્વારા પરિવાર ના સભ્યો ને માર મારી જશુભાઈ ડોંડા ભરવાડ ની હત્યા અને પરિવાર ના સભ્યો ના સોના ચાંદી ના દાગીના ની લુંટ, ભાવનગર ના હળીયાદ ગામે તા ૧૯/૧૧/૨૦૧૭ પટેલ પરિવાર ના મકાન માં ઘુસી દંપતિ ને માર મારી મહિલા અંજુબેન દેવજીભાઈ નાવડીયા ના ઘરેલા લુંટ ચલાવી નાસી ગયા બાદ મહિલા નું સારવાર દરમ્યાન મોત થયું હતું, સુરેન્દ્રનગર ના વાટાવચ્છ ગામે તા.૨૭/૩/૧૯ શિમ વિસ્તાર માં રાયસંગભાઈ નનુભાઈ અને તેમના પત્ની જમનીબેન સુતા હતા ત્યારે વૃધો ને મારમારી સોના ચાંદી ના દાગીના ની લુંટ ચલાવી હતી બાદ ઇજા ગ્રસ્ત દંપતિ સારવાર દરમ્યાન મોત થયા હતા. આ ઉપરાંત છ લૂંટ તથા ચાર ચોરીનાં ગુનાની કબુલાત આપેલ.
મહિલા પુરુષના કપડા પહેરી ગુનાહિત કૃત્ય આચરતી
લુંટ ને અંજામ આપતી વખતે મહિલા ઉજીબેન ઉર્ફે બાવલી પુરુષ ના કપડા પહેરતી અને આ બધા બનાવો માં પોતાના દીકરાઓ જમાઈ અને ભાઈ નો પરિવાર સાથે મળી જુદા જુદા બનાવો ને અંજામ આપવા છેલ્લા બે વર્ષ ની સક્રિય બન્યા હતા
પકડાયેલા ૯ શખ્સો પાસેથી મળી આવેલ રૂ ૪,૯૩,૨,૨૧ મુદ્દામાલ
૨૨૩૭૩૦ કીમત ના સોના ના દાગીના
૧૮૧૩૦૧ કીમત ના ચાંદી ના દાગીના
૧૫૫૦૦ કીમત ના ૧૧ મોબાઈલ
૨૬૯૦ કીમત ના લોખંડ ના હથીયાર
૭૦૦૦૦ કીમત ના ૪ મોટર સાયકલ