આઈસીસી મહિલા વર્લ્ડકપ ૨૦૨૧ઃ ન્યૂઝીલેન્ડમાં ૨૧ દિવસમાં ૩૧ મેચ રમાશે

570

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ૧૨મા મહિલા ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૨૧નું શિડ્યુલ જાહેર કરી દીધું છે. આ વર્લ્ડકપ ન્યૂઝીલેન્ડમાં ૩૦ જાન્યુઆરીથી ૨૦ ફેબ્રુઆરી દરમિયાન રમાશે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટે મંગળવારે કહ્યું કે ૨૧ દિવસની અંદર ૩૧ મેચ રમાશે. ફાઇનલ ૨૦ ફેબ્રુઆરીના રોજ રમાશે.

ન્યૂઝીલેન્ડમાં આ ૫૦ ઓવરની ચોથી આઈસીસી ટૂર્નામેન્ટ છે. આ પહેલા ન્યૂઝીલેન્ડમાં ૧૯૯૨ અને ૨૦૧૫માં પુરુષ વર્લ્ડકપ રમાયો હતો, જયારે ૨૦૦૦માં મહિલા વર્લ્ડકપ રમાયો હતો. ન્યૂઝીલેન્ડ આ ટૂર્નામેન્ટ્‌સમાં સંયુક્તરીતે અથવા સ્વતંત્રરૂપે યજમાની કરી હતી.

મહિલા વર્લ્ડકપમાં કુલ ૭ ટીમ ભાગ લેશે. આઈસીસી મહિલા ચેમ્પિયનશીપની ટોપ-૪ ટીમોને આમાં સીધો પ્રવેશ મળશે. ચેમ્પિયનશીપના પોઈન્ટ્‌સ ટેબલમાં ઓસ્ટ્રેલિયા (૨૨ પોઇન્ટ), ડિફેન્ડિંગ ચેમ્પિયન (૨૨), ભારત (૧૬) અને દક્ષિણ આફ્રિકા (૧૬)ની ટોપમાં છે.

અન્ય ત્રણ ટીમોને ક્વોલિફાયર થકી બીજો ચાન્સ મળશે. ક્વોલિફાયરમાં બાંગ્લાદેશ અને આયર્લેન્ડ સિવાય આફ્રિકા, અમેરિકા, એશિયા, પૂર્વ એશિયા અને યૂરોપના ક્ષેત્રની ટીમો પણ ભાગ લેશે.

Previous articleતેની સાથે કોઇ શોષણ ક્યારે થયુ નથી : અંકિતાનો ધડાકો
Next articleઅફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારતમાં અફઘાન ટી-૨૦ લીગની યજમાની નહિ કરી શકે