ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાની વચ્ચે જોરદાર જંગ થઇ શકે

637

વર્લ્ડ કપની રોમાંચક મેચોનો દોર જારી રહ્યો છે. જેના ભાગરૂપે  હવે આવતીકાલે ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચે રોમાંચક મેચ રમાનાર છે. બાંગ્લાદેશની ટીમ વર્લ્ડ કપમાં જોરદાર દેખાવ કરી રહી છે. તેના તમામ બેટ્‌સમેનો જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. છેલ્લી મેચમાં બાંગ્લાદેશે જંગી સ્કોરનો પીછો કરીને વેસ્ટ ઇન્ડિઝ પર ઐતિહાસિક જીત મેળવી હતી. શાકીબ જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. અન્ય બેટ્‌સમેનો પણ જોરદાર ફોર્મમાં હોવાથી આવતીકાલની મેચમાં ઓસ્ટ્રેલિયાની આકરી કસૌટી થઇ શકે છે. નોટિગ્હામ ખાતે રમાનારી આ મેચમાં ચાહકોને શાનદાર ક્રિકેટની રમત જોવા મળી શકે છે. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર જોરદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગેથી કરવામાં આવનાર છે.   ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમનાર છે. ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે.

૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે.  બાંગ્લાદેશની ટીમમાં વર્તમાન વર્લ્ડ કપમાં શાકીબ અલ હસન ઉપરાંત સોમ્યા સરકાર, લિટોનદાસ સહિતના ખેલાડી જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.

બાંગ્લાદેશે તમામ મેચોમાં સતત સુધારો કરીને પોતાની હરિફ ટીમોને મુશ્કેલીમાં મુકી છે. અપસેટ પણ સર્જયા  છે. વર્તમાન વર્લ્ડ કપમાં તેની આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝની સામે જીત થઇ ચુકી છે. હજુ મોટા અપસેટ સર્જી શકે છે. બંને ટીમો નીચે મુજબ છે.

ઓસ્ટ્રેલિા : આરોન ફિન્ચ (કેપ્ટન), બેરેનડોર્ફ, એલેક્સ કેર, નાતન કાઉલ્ટર, પેટ કમિન્સ, ઉસ્માન ખ્વાજા, નાથન લાયન, શોન માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્ક સ્ટોનોઇસ, ડેવિડ વોર્નર, એડમ જમ્પા.

બાંગ્લાદેશ : મોર્તજા (કેપ્ટન), અબુ જાયેદ, લિટોનદાસ, મહેમુદુલ્લા, મહેદી હસન, મોહમ્મદ મિથુન, સેફુદીન, મોસાડેક હુસેન, રહીમ, રહેમાન, રૂબેલ હુસૈન, શબ્બીર રહેમાન, શાકીબ અલ હસન, સોમ્યા સરકાર, તામીમ.

Previous articleઅફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારતમાં અફઘાન ટી-૨૦ લીગની યજમાની નહિ કરી શકે
Next articleયુવરાજે બીસીસીઆઈ પાસે વિદેશી ટી-૨૦ લીગોમાં રમવાની મંજૂરી માંગી