૪ પૈકી એક પુરૂષને મહિલાના કામ કરવા સામે વાંધો :રિપોર્ટ

556

ભારતમાં છેલ્લા એક દશકમાં જાહેર ક્ષેત્રમાં મહિલાઓની ભાગદારી ચોક્કસપણે જોરદાર રીતે વધી છે. અલબત્ત કાર્ય સ્થળ પર ભેદાવ અને પુરૂષ પ્રભુત્વની માનસિકતાના કારણે ભારતીય મહિલાઓને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં કેટલાક નવા મામલા સપાટી પર આવ્યા છે. તાજેતરમાં જ કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેમાં કેટલીક બાબત ભારતને લઇને પણ જારી કરવામાં આવી છે. દરેક ચારમાંથી એક ભારતીય પુરૂષ માને છે કે મહિલાઓને ઘરની બહાર કામ કરવા માટે જવુ જોઇએ નહી.   ભારતમાં થયેલા મોટા આર્થિક ફેરફાર બાદ પણ ભારતીય મહિલાઓની સ્થિતીમાં હજુ સુધારાની જરૂર દેખાઇ રહી છે. પીસ એન્ડ સિક્યુરિટી ઇન્ડેક્સમાં   ભારતીય મહિલાઓની સ્થિતી ખુબ નિરાશાજનક રહી છે. ભારત ૧૩૧માં સ્થાન પર છે. સર્વેના પરિણામ સાફ રીતે દર્શાવે છે કે ભારતમાં આર્થિક અને સામાજિક સ્તર પર મહિલાઓને ભેદભાવનો સામનો કરવો પડે છે. દેશની મહિલાઓની સામાજિક અને આર્થિક ભાગીદારી પણ હાલમાં વિશ્વની પ્રગતિની તુલનામાં ઓછી છે. આ ઇન્ડેક્સ વિશ્વભરની મહિલાઓની સમૃદ્ધિ અને માનસિક શાંતિના મુલ્યાંકનના આધાર પર છે. ઇન્ડેક્સમાં ભારતને ૧૫૩માં સ્થાન મળ્યુ છે. સર્વેમાં વિશ્વની ૯૦ ટકા વસ્તીને આવરી લેવામાં આવી હતી. ઇન્ડેક્સમાં ભારતને ૧૫૩મુ સ્થાન મળ્યુ છે. જે દર્શાવે છે કે હજુ પણ દેશમાં લોકોની વિચારણા માનસિક રહી છે. ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાને આયરલેન્ડ છે. જ્યારે  બીજા સ્થાન પર નોર્વે છે. સર્વેમાં પુત્રીની સાથે થતા અન્યાયની બાબત ફરી એકવાર સપાટી પર આવી છે.

Previous articleરોજગારીની તકો ઉભી કરવા પર બજેટમાં ખાસ ધ્યાન હશે
Next articleતહેવારની સિઝનમાં નવી કાર લાવવા મારૂતિ તૈયાર